<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th September 2024

સુરત જિલ્લામાં ફરી એક વખત મેઘરાજાની સવારી: પલસાણાના કડોદરા, ચલથાણ, કરણ, વરેલી સહિતના ગામોમાં મેઘો મંડાયો

વહેલી સવારે વરસાદી માહોલને લઇને વાતાવરણમાં ઠંડક પ્રસરી:નોકરી ધંધે તેમજ શાળા કોલેજ જતા વિદ્યાર્થીઓને છત્રી રેઇન કોટ સાથે બહાર જવાની ફરજ પડી

સુરત જિલ્લામાં ફરી એક વખત મેઘરાજાની પધરામણી થઇ છે,વહેલી સવારથી સુરત જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ઉલ્લેખનીય છે કે, બે દિવસ અગાઉ જ ઉમરપાડામાં 12 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

ચોમાસાની શરૂઆત બાદ સુરત જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર જોવા મળી હતી ત્યારે ફરી એક વખત સુરત જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ત્યારે આજે ફરી એક દિવસના વિરામ બાદ વરસાદી માહોલ જોવા મળ્યો છે. આજે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કડોદરા, ચલથાણ, કરણ, વરેલી સહિતના ગામોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો.

 

વહેલી સવારે વરસાદી માહોલને લઇને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી તો બીજી તરફ નોકરી ધંધે તેમજ શાળા કોલેજ જતા વિદ્યાર્થીઓને છત્રી રેઇન કોટ સાથે બહાર જવાની ફરજ પડી હતી. ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ સુરત જિલ્લાના ઉમરપાડામાં 12 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો ત્યારે આજે ફરી એક દિવસના વિરામ બાદ વરસાદી માહોલ જોવા મળ્યો હતો.

(1:14 PM IST)