હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
આનંદો...સરદાર સરોવર ડેમ ઓવરફલો થયો
નર્મદા ડેમનું જળસ્તર ૧૩૫ મીટરને પાર : વડોદરા - ભરૂચ - નર્મદાના ૪૨ ગામો એલર્ટ : ડેમની સપાટી ૧૩૫.૬૭ મીટરે પહોંચતા ૧૫ દરવાજા ૧.૯ મીટર ખોલવામાં આવ્યા

નવી દિલ્હી, તા.૧૨: ગુજરાત રાજ્યમાં ઓગસ્ટનાં છેલ્લા અને સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં ભારે વરસાદ વરસ્યો છે. હાલ રાજ્યમાં અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી રહ્યા છે. તો બીજી તરફ ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં વધારો નોંધાયો છે. ઉપરવાસમાંથી પાણીની આવક થતા નર્મદા ડેમની સપાટી ૧૩૫.૬૭ મીટરે પહોંચી છે. જેના કારણે નર્મદા ડેમના ૧૫ દરવાજા ખોલવામાં આવ્યા છે. નર્મદા ડેમનું જળસ્તર વધતા વડોદરા, ભરૂચ અને નર્મદાના ૪૨ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
ગુજરાતમાં ભારે વરસાદના કારણે રાજ્યના અનેક ડેમ છલકાયા છે. આ દરમિયાન ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં વધારો નોંધાયો છે. ઉપરવાસમાં પડતા સતત વરસાદ તથા ઓમકારેશ્વર ડેમમાંથી છોડવામાં આવી રહેલા પાણીને કારણે સરદાર સરોવર બંધની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુરૂવારે (૧૨મી સપ્ટેમ્બર) સવારે નર્મદા ડેમની સપાટી ૧૩૫.૬૭ મીટરે પહોંચી છે. જેના કારણે ડેમના ૧૫ દરવાજા ૧.૯ મીટર ખોલાયા છે. વડોદરા, ભરૂચ અને નર્મદાના ૪૨ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
નદી તળ વિદ્યુત મથક (R.B.P.H) નાં ૦૬ મશીનો અને સરદાર સરોવર બંધનાં દરવાજાના સંચાલનને કારણે નર્મદા નદીમાં કુલ ૨,૪૫,૦૦૦ (૪૫,૦૦૦+ ૨,૦૦,૦૦૦) કયુસેક પાણી છોડવામાં આવશે. કલેકટરે જણાવ્યું કે વડોદરા જિલ્લામાં નર્મદા નદી કિનારાના શિનોર, ડભોઇ અને કરજણ તાલુકાના કુલ ૨૫ ગામોમાં તકેદારી અને સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. આ ગામોના તલાટી અને તાલુકાના લાયઝન અધિકારીઓને અગમચેતીના પગલાં લેવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.
ડભોઇ તાલુકાના ચાંદોદ, કરનાળી અને નંદેરિયા, શિનોર તાલુકાના અંબાલી, બરકાલ, દિવેર, માલસર, દરિયાપૂરા, મોલેથા, ઝાંઝડ, કંજેઠા, શિનોર, માંડવા, સુરાશામળ તથા કરજણ તાલુકાના પુરા, આલમપુરા, રાજલી, લીલાઇપુરા, નાની કોરલ, મોટી કોરલ, જુના સાયર, સાગરોલ, ઓઝ, સોમજ, દેલવાડા, અરજપુરા ગામનો સમાવેશ થાય છે.
નર્મદા ડેમમાંથી પાણી છોડવાની શકયતાઓને ધ્યાને રાખીને આ ત્રણેય તાલુકાના ઉક્ત ૨૫થી વધુ ગામોના નાગરિકોને નદીના પટમાં ના જવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
ઉપરવાસમાંથી ૨,૧૨૯૧૬ કયુસેક પાણીની આવક નર્મદા નદીમાં થઇ છે. નર્મદા નદીમાં કુલ ૨,૧૨,૪૫૭ કયુસેક પાણી છોડાઈ રહ્યું છે. જેના કારણે હાલ નર્મદા ડેમની સપાટી ૧૩૫.૬૭ મીટરે પહોંચી છે.
નર્મદા ડેમના પાણીની આવક વધવાને કારણે ડેમના ૧૫ દરવાજા ૧.૯ મીટર ખોલવામાં આવ્યા છે. નર્મદા નદીમાંથી પાણી છોડાવવાને કારણે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. વડોદરા, ભરૂચ અને નર્મદાના ૪૨ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
