<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th September 2024

અમદાવાદના સરખેજ વિસ્તારમાંથી કારના ટાયરમાં સંતાડેલ એક કરોડનું ડ્રગ્સ ઝડપાયું :બે આરોપીની ધરપકડ

પેડલરોની તરકીબ જોઈએ પોલીસ અચંબામાં મુકાઈ :ઇકો ગાડીના ટાયરમાં ડ્રગ્સનો જથ્થો સંતાડવામાં આવ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે ઇકો ગાડીની તલાશી લેતાં ટાયર ખોલીને જોયું તો હાજર સ્ટાફ અચંબામાં મુકાઇ ગયો

ડ્રગ્સ પેડલરો માટે ગુજરાતનો દરિયો આર્શિવાદ બન્યો છે, રોડ માર્ગે પણ ડ્રગ્સ સહિતના નશીલા પદાર્શો ગુજરાતમાં ઘુસાડવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સરખેજ વિસ્તારમાં 1 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે.

અમદાવાદમાં ડ્રગ્સનો સૌથી વધુ ઉપયોગ થાય છે, અમદાવાદ ડ્રગ્સ પેડલરોનું મોટું નેટવર્ક પથરાયેલું છે. દરરોજ લાખો-કરોડોનું ડ્રગ્સ સપ્લાય કરવામાં આવે છે. ડ્રગ્સના દૂષણને નાથવા માટે અમદાવાદ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમો સતત પ્રયાસ કરી રહી છે. ત્યારે ફરી એકવાર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને 1 કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં સફળતા પ્રાપ્ત થઇ છે. ક્રાઇમ બ્રાન્ચે આસિમ હુસેન સૈયદ અને વિષ્ણુવાદી નામના બે આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે ડ્રગ્સ પહોંચાડનાર અતિક નામનોઆરોપી ફરાર થઇ ગયો હતો.

  ડ્રગ્સનો જથ્થો જયપુર-રતલમ માર્ગે અમદાવાદ આવતો હોવાનું ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં બહાર આવ્યું છે. આ વખતે ડ્રગ્સ માફિયાઓએ નવી યુક્તિ અપનાવી હતી. આ ટ્રીક જોઈને તમને આશ્ચર્ય થશે. ઈકો કારના ટાયરમાંથી ડ્રગ્સનો જથ્થો સથાડવામાંથી મળી આવ્યો હોવાનો કોઈને અંદાજો પણ નહીં હોય. ક્રાઈમ બ્રાંચે ઈકો વાહનની તલાશી લેતા ટાયર ખોલ્યા તો ઘટનાસ્થળે હાજર સ્ટાફ અચંબામાં પડી ગયો હતો.

(1:48 PM IST)