News of Thursday, 12th September 2024
અમદાવાદમાં ગણપતિ પંડાલમાં ચહેરા ઓળખી જાય તેવા કેમેરા ગોઠવી દેવાયા
રપ હજારથી વધુ રાજયભરના રીઢા ગુનેગારો, ઉગ્રવાદી સંગઠન, સ્લીપર સેલના લોકોના ફેસ રેકગ્નાઇઝ હજારોની ભીડ વચ્ચે ઓળખી, કંટ્રોલ રૂમને એલર્ટ કરતા અનુભવી પોલીસ કાફલો તુરંત દબોચી લેશે અમદાવાદ સીપી જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિકના માર્ગદર્શનમાં ગોઠવાયેલા અને લોકો જે જાણવા ઇચ્છુક છે તેવી અદ્ભૂત ટેકનોલોજી વિષે સ્પેશિયલ પોલીસ કમિશનર અજય ચૌધરી અકિલા સમક્ષ એસકલુઝીવ વિગતો વર્ણવે છે સુરત, ભરૂચ અને કચ્છ સુધી એક જ પેટર્નથી તોફાનના પ્રયાસો પાછળ કોનું ભેજું ? સુરત ડીસીપી ભાવેશ રોજિયા ટીમ દ્વારા ધમધમાટ

રાજકોટ તા. સુરત , ભરૂચ અને કચ્છમાં ગણપતિ મહોત્સવ સમયે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે જે ઘટનાઓ બની અને સુરત પોલીસ દ્વારા તો યુદ્ધના ધોરણે કાર્યવાહી કરવાની ફરજ પડી તે બાબત ધ્યાને રાખી રાજકોટ, વડોદરા અને અમદાવાદ સહિત રાજ્યભરમાં સુરક્ષા વ્યવસ્થાની રણનીતિમાં ઝીણવટભર્યા ફેરફાર કરી કાયદો વ્યવસ્થા સજ્જડ કરવા પોલીસ તંત્ર ઉંધે માથે થયેલ છે., રાજકોટમાં સુરતની ઘટનાના સમાચાર મળતાં જ પોલીસ કમિશનર બ્રજેશ ઝા દ્વારા તાકીદે સંવેદનશીલ વિસ્તાર બાબતે ચર્ચા કરી આ વિસ્તારને આવરી લેતા સેન્ટર પોઇન્ટ પર પોલીસ તૈનાત કરવા સાથે જયા મોટા અને વિશેષ કાર્યક્રમ થતાં હોય તેવા સ્થળે અલગથી પોલીસ સ્ટાફ મૂક્યો છે.
રાજ્યના લો એન્ડ ઓર્ડર વડા રહી ચૂકેલા વડોદરા સીપી નરસિંહમાં કોમાર વડોદરાની નાજુક પરિસ્થિતિથી ખૂબ વાકેફ હોવાથી સ્થાનિક પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચ સહિતની બ્રાન્ચ અને અનુભવી પોલીસ સ્ટાફ મદદે રાખવા સાથે આઇબી સાથે કોન્ટેકટ રખાવી સંકલન સાધી ફૂલ પ્રૂફ વ્યવસ્થા ગોઠવી જાતે વિઝીટ કરે છે.
બીએસએફ બેક ગ્રાઉન્ડ ધરાવતા અનુભવી સિનિયર આઇપીએસ એવા અમદાવાદ પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિક અમદાવાદની ઇતિહાસ, ભૂગોળથી વાકેફ હોવાથી એને અતીતમાં રથયાત્રા પણ રકત રંજિત થયેલ હોવાનું સારી રીતે જાણતા આ આઇપીએસ સાથે સ્પેશ્યલ બ્રાન્ચ વડા તરીકે અને એક અભ્યાસુ આઇપીએસ તરીકે નિર્ભયા પ્રોજેકટનાં નોડલ ઓફીસર તરીકે જેમને જવાબદારી સુપ્રત થયેલ છે તેવા અજય ચોધરી સાથે વિસ્તૃત ચર્ચા કરી અને આ બન્ને આઇપીએસ દ્વારા ગણપતિ પંડાલમાં ફેસ રેકોજ્ઞાઈઝ (ચહેરા ઓળખાતા)કેમેરા ગોઠવી જબ્બર સુરક્ષા ગોઠવી છે.
ઉકત બાબતે અકિલા સાથેની વાતચીતમાં અમદાવાદના સ્પેશ્યલ પોલીસ કમિશનર અજય ચોધરીએ જણાવેલ કે રીઢા ગુનેગાર, આ પ્રકારની એમ. ઓ ધરાવતા ડાભુરીયા, ઉગ્રવાદી સંગઠન, સ્લીપર સેલના ચર્ચિત ચહેરાઓ ખાસ સોફ્ટવેરમાં ક્રાઇમ બ્રાન્ચ પાસેથી ૨૫ હજાર જેટલા મેળવો ફીટ કરાયા છે, જેમાં ગણપતિ મોત્સવ અંતર્ગત વિશેષ એક હજાર ફોટા ક્રાઇમ બ્રાન્ચ પાસેથી મેળવી સૉફ્ટવેરમાં રાખ્યા છે, હજારોની ભીડ વચ્ચે આ ચહેરા દેખા દેતા જ પોલીસ કંટ્રોલ રૂમને જાણ થશે અને તુરંત ક્રાઇમ બ્રાન્ચ , પીસીબી સ્થાનિક પોલીસ સાથે પોહચી ઘટના બનતા અગાઉ રાજ્ય સરકારની સુરક્ષા નીતિ અંતર્ગત ઝડપી લેવાશે આ આખા પ્રોજેકટ અંગે પોલિસ કમિ'રશ્રીનું માર્ગદર્શન મળે છે.
સુરતમાં ગણપતિ પંડાલ, પોલીસ મથક અને પોલીસ પર હુમલા કરનાર લોકોને ક્રાઇમ બ્રાન્ચ, પીસીબીઅ ને એસઓજી નાં જાંબાઝ પીઆઇ અને ૧૦૦ જેટલા કોઈ પણ પરિસ્થિતને કાબુ કરી શકે, બાતમી મેળવી અને ગમે તેવા માથાભારે લોકોને રાજકોટ સ્ટાઈલથી આગવી ઢબે સરભરા કરી શકે તેમને સાથે રાખી સુરક્ષિત સ્થાને બારણાં ભીડી છુપાયેલા લોકોને બહાર કાઢી આગવી ઢબે આખી જિંદગી યાદ રહે તેવો પાઠ ભણાવી સુરતવાસીઓની વાહ વાહી મેળવનાર અમદાવાદ સીપી દ્વારા કોઈ જોખમ લેવાને બદલે લોકોને આપેલ સુરક્ષા વચન અંતર્ગત લાલગેટ વિસ્તારના ૩ ડીસીપી,૫ એસીપી અને ૨ ડઝન પીઆઇ રાઉન્ડ ધ કલોક ખડે પગે રાખ્યા છે.
(1:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
