<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th September 2024

ગુજરાતના ધાનેરામાં સાડા ૩ ઇંચ વરસાદઃ ૧૫ તાલુકામાં ૧ ઇંચથી વધુ વરસ્યો

છેલ્લા ૨૪ કલાકમાં ૯૫ તાલુકામાં મેઘરાજા મહેરબાન થયા : આજે પણ ગુજરાતમાં વરસાદની આગાહી

અમદાવાદ તા. ૧૨ : ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૯૫ તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ ધાનેરામાં ૩.૨૨ ઈંચ નોંધાયો છે. રાજયના ૧૫ તાલુકામાં ૧ ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. જયારે અન્ય ૮૦ તાલુકામાં સામાન્યથી ૧ ઈંચ જેટલો વરસાદ ખાબકયો છે. જાણો કયાં તાલુકામાં કેટલો વરસાદ નોંધાયો છે.

આજે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર,સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ થઇ શકે છે. જયારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદમાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે.

(2:03 PM IST)