<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th September 2024

અનુ.જાતિની કન્‍યાઓને ફ્રી શીપ કાર્ડ યોજનામાં સમાવવાનો નિર્ણય હિતકારક : ભાનુબેન બાબરીયા

ભગવાન બુધ્‍ધ પોષ્‍ટ મેટ્રીક શિષ્‍યવૃતિ મેળવતી

રાજકોટ તા. ૧૨ : સમાજના અનુસૂચિત જાતિના વર્ગોના બાળકોનો શૈક્ષણિક વિકાસ થાય તે માટે રાજય સરકાર વિવિધ યોજનાઓ કાર્યાન્‍વિત કરીને બાળકોના વિકાસમાં આમુલ પરિવર્તન લાવવાનું કાર્ય કરી રહી છે. ત્‍યારે ભગવાન બુધ્‍ધ પોસ્‍ટ મેટ્રીક શિષ્‍યવૃતિ મેળવતી અનુસુચિત જાતિની કન્‍યાઓને ફ્રી શીપ કાર્ડ યોજનામાં સમાવવા કરાયેલ નિર્ણય હિતકારી હોવાની ખુશી સામાજીક ન્‍યાય અને અધિકારીત મંત્રી ભાનુબેન બાબરીયાએ વ્‍યકત કરી છે.

તેઓએ જણાવ્‍યુ છે કે આ કાર્ડ રજુ કરવાથી વિદ્યાર્થીનીઓને કોલેજ-સંસ્‍થામાં પ્રવેશ મેળવતી વખતે એડવાન્‍સ ફી ભરવામાંથી મુક્‍તિ મળશે. આ માટે વિદ્યાર્થીનીઓને ડીઝીટલ ગુજરાત પોર્ટલ મારફત પોસ્‍ટ મેટ્રીક શિષ્‍યવૃત્તિનું ફોર્મ ભરવાનું રહેશે. વિદ્યાર્થીનીઓને શિષ્‍યવૃત્તિ મળ્‍યેથી કોલેજ કે સંસ્‍થાને ચુકવવાપાત્ર ફી ફરજીયાત ચુકવી દેવાની રહેશે. તેમજ સરકારની વખતો વખતની માર્ગદર્શિકા અનુસાર આ લાભ મળવાપાત્ર થશે.

ભગવાન બુધ્‍ધ પોસ્‍ટ મેટ્રીક શિષ્‍યવૃત્તિ યોજના હેઠળ અનુસૂચિત જાતિની વિદ્યાર્થીનીઓને ગ્રુપ એ થી ડી અંતર્ગત રૂ.૨૫૦૦ થી લઇને રૂ.૧૩,૫૦૦ સુધીની શિષ્‍યવૃત્તિ ઉપરાંત માન્‍ય ટયુશન ફી ચુકવવામાં આવતી હોવાનું શ્રીમતી ભાનુબેન બાબરીયાએ જણાવ્‍યુ છે. (૧૬.૩)

 

કામના સમયે ખુશ કેમ રહેવુ? સનશાઇન કોલેજમાં યોજાયો સેમીનાર

રાજકોટ : કામના સમયે ખુશ કઇ રીતે રહી શકાય તે કુશળતા હાંસલ થાય તે હેતુથી સનશાઇન કોલેજમાં કોર્પોરેટ અને ઇન્‍ડસ્‍ટ્રીઝ માટે ‘હેપીનેસ એટ વર્કપ્‍લેસ' વિષય પર ડો. વિકાસ અરોરાનો સેમીનાર યોજવામાં આવ્‍યો હતો. જેમાં શાપર વેરાવળ, મેટોડા જીઆઇડીસી, આજી જીઆઇડીસીની નામાંકિત કંપનીઓ ઉપરાંત બેંકો, હોસ્‍પિટલ, હોટલો વગેરેમાંથી ૧૦૦ થી વધુ ઉદ્યોગપતિઓ, મેનેજરો, કર્મચારીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં મુખ્‍ય અતિથિ તરીકે સૌરાષ્‍ટ્ર કચ્‍છ ચેમ્‍બર ઓફ કોમર્સના નલીન ઝવેરી તેમજ સૌ.યુનિ. બીઝનેસ મેનેજમેન્‍ટ ડીપાર્ટમેન્‍ટના ડો. પ્રો. હિતેષ શુકલા અતિથિ વિશેષ તરીકે ઉપસ્‍થિત રહ્યા હતા. સેમીનારમાં આપણે જીંદગીમાં ખુશ રહેવા શું કરવું? કેવી વિચારશૈલી વિકસાવવી વગેરે બાબતો પર ડો. વિકાસ અરોરાએ છણાવટ કરી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પ્રો. રવિ પઢીયાર, ડો. કોમલ પટેલ અને સ્‍ટાફગણે જહેમત ઉઠાવી હતી. સંસ્‍થાના ચેરમેન મિનેષ માથુરે આ કાર્યક્રમ સમગ્ર ઉદ્યોગજગત અને સમાજ માટે નવી દીશા ખોલશે તેવો આશાવાદ વ્‍યકત કર્યો હતો. કાર્યક્રમ માટે દાવત બ્રેવરીઝ પ્રા.લી. અને ગ્‍લોબલ આઇ.વી.એફ. સેન્‍ટર તેમજ જીનેટીક હોસ્‍પિટલનો સહયોગ મળ્‍યો હતો.  તેમ સનશાઇન ઇન્‍સ્‍ટી.ની યાદીમાં જણાવાયુ છે.

(2:57 PM IST)