<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th September 2024

ભારતીય પરંપરાગત આભૂષણો અને ગુજરાતી નવરાત્રી થીમની વૈશ્વિક ઓળખ અપાવતી ગુજરાતી ફેશન ડિઝાઈનર નિધિ શાહ વોરા

નીધિ શાહ વોરાએ અમેરિકામાં પોતાની આગવી કૌશલ્યતાથી ગુજરાતી નવરાત્રી પરંપરાને જાળવી રાખી ચણીયાચોળીને વિશ્વ ફલક પર પ્રસ્તુત કરી આભૂષણો તૈયાર કર્યા

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ :“જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાય ગુજરાત” ઉક્તિને અમેરિકાના ન્યૂયોર્ક શહેરના સોની હોલમાં Runway -7  દ્વારા યોજાયેલ ફેશન શો માં સંપૂર્ણપણે સાર્થક કરતી. નોર્થ કેરોલીના (શાર્લોટ શહેર) સ્થિત ગુજરાતી (અમદાવાદ)‌ નિધિ શાહ વોરા દ્વારા સૌ પ્રથમવાર ગુજરાતની નવરાત્રીના ચણિયાચોળી આધારીત તેમજ ભારતીય ડિઝાઇનર્સ દ્વારા હેરિટેજ થીમથી તૈયાર કરાયેલા (ARNI Fashion Design) ના આભુષણો ૨૫ ભારતીય મોડેલ સાથે પ્રદર્શિત કરાયા હતા. જે ભારતીય મૂળના નિવાસીઓ તથા ફેશન જાણકાર વિદેશીઓ દ્વારા ખૂબ જ પ્રશંસા પામેલ.
   નિધિ શાહ વોરાએ અમેરિકામાં પોતાની ફેશન ડિઝાઇનની આગવી કૌશલ્યતા તથા સુઝથી ભારતીય તેમજ ગુજરાતી પરંપરા ને જાળવી રાખી હેરિટેજ આધારિત આભૂષણો તથા ચણિયાચોળી પોષાક દ્વારા ગુજરાતી સંસ્કૃતિના દર્શન કરાવી સમગ્ર ફેશન શોમાં છવાઈ ગયા હતા.
   ગત વર્ષ દરમ્યાન પણ ન્યૂયોર્ક તથા ઈટાલીના ‘મિલાન ફેશન શો’ માં અમદાવાદની નીધિ શાહ વોરાના “ARNI Fashion”  દ્વારા તૈયાર કરાયેલ ભારતીય દુલ્હનના આભુષણો (જ્વેલરી) ના વેરાયટીઝ કલેક્શન ને અદભુત સફળતા મળેલ જે સફળતાનો સિલસિલો જાળવી રાખી વૈશ્વિક ફલક પર ભારતીય મોડલ દ્વારા ફરી એકવાર ચાહના પ્રાપ્ત કરેલ છે. સપ્ટેમ્બર-૨૦૨૪ દરમ્યાન ફ્રાન્સના ‘પેરિસ ફેશન શો’ તથા ‘શાર્લોટ ફેશન શો’ (અમેરિકા) તેમજ ફેબ્રુઆરી ૨૦૨૫ માં ફરી એકવાર “ARNI Fashion”  ભારતીય પરંપરાની ઓળખ આપતા શો માં ભાગ લઈ રહેલ છે

(6:45 PM IST)