<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th September 2024

અધિક મુખ્ય સચિવ જયંતી રવિના અધ્યક્ષ સ્થાને રાજ્યમાં ભારે વરસાદના કારણે થયેલ નુકશાન સંદર્ભે નવી દિલ્હીથી આવેલ ટીમ સાથે બેઠક યોજાઈ

ભારત સરકારની ઇન્ટર મિનિસ્ટ્રીયલ સેન્ટ્રલ ટીમ ચાર દિવસીય ગુજરાતની મુલાકાતે

અમદાવાદ :અધિક મુખ્ય સચિવ જયંતી રવિના અધ્યક્ષ સ્થાને રાજ્યમાં ભારે વરસાદના કારણે થયેલ નુકશાન સંદર્ભે નવી દિલ્હીથી આવેલ ટીમ સાથે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર ખાતે બેઠક યોજાઇ હતી.તા.૨૫ ઓગસ્ટ.૨૦૨૪થી રાજ્યમાં ડીપ ડિપ્રેશનના કારણે પડેલ ભારે વરસાદને કારણે ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં થયેલ નુકશાનીનું આંકલન કરવા ભારત સરકારની ઇન્ટર મિનિસ્ટ્રીયલ સેન્ટ્રલ ૬ સભ્યોની ટીમ  તા. ૧૨સપ્ટેમ્બરથી તા. ૧૫સપ્ટેમ્બર ૨૦૨૪ ચાર દિવસીય ગુજરાતના અસરગ્રસ્ત જિલ્લાઓની મુલાકાત કરશે.

    સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે  અધિક મુખ્ય સચિવ જયંતિ રવિ અને રાજેન્દ્ર રત્નુ ઇન્ટર મિનિસ્ટ્રીયલ સેન્ટ્રલ ટીમ, નેશનલ ઇંસ્ટિટ્યૂટ ડિજાસ્ટર મેનેજમેન્ટના અધ્યક્ષસ્થાને તથા રાહત કમિશનર આલોકકુમાર પાંડેની ઉપસ્થિતિમાં અલગ અલગ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજવામાં આવેલ હતી. 

    અધિક મુખ્ય સચિવ, મહેસૂલ અને રાજેન્દ્ર રત્નુ દ્વારા રાજ્યમાં વરસાદના કારણે થયેલ નુકશાનીના સંદર્ભે કૃષિ, સિંચાઈ, પાણી પુરવઠા, પશુપાલન, માર્ગ અને મકાન, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, SSNNL વગેરે વિભાગોના નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા કરવામાં આવી  હતી. 

આ બેઠકમાં સિંચાઈ, SSNNL, CWC- Mahi Division, ફોરેસ્ટ, આરોગ્ય, જી.એમ.બી., ઊર્જા, માર્ગ અને  મકાન, GSRTC, યુ.ડી.ડી, પંચાયત, પશુપાલન, ICDS, ફૂડ એન્ડ સિવિલ સપ્લાય, શિક્ષણ, કૃષિ, માહિતી વિભાગના અધિકારીઓ અને નોડલ અઘિકારીઓ હાજર રહેલ હતા

(7:21 PM IST)