<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th September 2024

અંબાજી ખાતે આગામી તારીખ ૧૫ થી ૧૭ દરમિયાન ભવ્ય ત્રિદિવસીય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે

ડી. કે. ત્રિવેદી હાઉસની સામે, હડાદ રોડ, અંબાજી ખાતે ગુજરાતના ખ્યાતનામ કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ આપશે

પાલનપુર :કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા જિલ્લા વહીવટી તંત્ર, બનાસકાંઠા દ્વારા ભાદરવી પૂનમ મહામેળાનુ અંબાજી ખાતે તારીખ ૧૫/૦૯/૨૦૨૪ થી ૧૭/૦૯/૨૦૨૪ દરમ્યાન ડી. કે. ત્રિવેદી હાઉસની સામે, હડાદ રોડ, અંબાજી ખાતે ગુજરાતના ખ્યાતનામ કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવનાર છે.

જેમા તારીખ ૧૫/૦૯/૨૦૨૪ ના રોજ ભાવિન સોલંકી તારીખ ૧૬/૦૯/૨૦૨૪ ના રોજ સુશ્રી ઈન્દિરાબેન શ્રીમાળી તથા તારીખ ૧૭/૦૯/૨૦૨૪ ના રોજ અરવિંદ વેગડા પોતાના સ્વરોથી માતાજીની આરાધના કરશે. આ સિવાય ગુજરાતના ખ્યાતનામ કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવે છે. આ સાંસ્કૃતિક કાર્યક્રમનો સમય બપોરે ૦૩:૦૦ થી રાત્રીના ૧૦:૦૦ નો રહેશે. આ સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળવા માટે મોટી સંખ્યામાં માઈ ભકતો ઉપસ્થિત રહે તેવુ જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવ્યુ છે

(7:27 PM IST)