<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th September 2024

અમદાવાદના ગોતાની સેવન્થ એવેન્યુની બિલ્ડીંગના સાતમા માળે આગ ભભૂકી : 68 વર્ષના વૃદ્ધનું મોત

68 વર્ષના વૃદ્ધ ઝડપથી બહાર નીકળી શક્યા નહીં, તબિયત ગંભીર થતા હોસ્પિટલે ખસેડાયા : સારવાર દરમિયાન મોત

અમદાવાદના ગોતાની સેવન્થ એવેન્યુની બિલ્ડીંગના સાતમા માળે આગ લાગવાની ઘટના બની છે. ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. સ્થાનિકોનું કહેવું છે કે, આગ લાગવાની ઘટનામાં એક 68 વર્ષના વૃદ્ધ ઝડપથી બહાર નીકળી શક્ય ન હતા અને ગૂંગળામણની અસરથી તબિયત ગંભીર થઈ હતી. આ પછી, વૃદ્ધને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

  ફાયર બ્રિગેડના જણાવ્યા પ્રમાણે, 'ગોતા વિસ્તારની સેવન્થ એવન્યુ નામની બિલ્ડિંગના 704 નંબરના મકાનમાં આગ લાગે હોવાનું સાંજે પાંચ વાગ્યાની આસપાસ કોલ આવ્યો હતો.' જો કે, આગની ઘટના અંગેનો ફોન આવતાની સાથે ત્રણ ટીમ ઘટના સ્થળો પહોંચી હતી. જ્યાં એક 68 વર્ષના વૃદ્ધ શરીરે દાઝી ગયા હોવાથી બેભાન હાલતમાં મળી આવ્યાં હતા. આ પછી વૃદ્ધને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. 

(11:28 PM IST)