News of Thursday, 12th September 2024
સુરતમાં રોંગ સાઇડમાં વાહન ચલાવતા વાહનચાલકોની ખેર નહીં :130 વાહનચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કર્યા
સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા વધુ એક કાર્યવાહી: CCTVમાં કેદ થયેલા વાહનચાલકોને RTOએ નોટિસ ફટકારી

સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા વધુ એક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સુરત RTO દ્વારા રોંગ સાઈડ વાહન હંકારનારા વાહનચાલકો સામે કાર્યવાહી કરાઈ હતી. રોંગ સાઈડ વાહન હંકારતા ઝડપાયેલા વાહનચાલકોની વિગત આરટીઓને મોકલાવી હતી. તો આરટીઓએ આ અંગે સખત વલણ અપનાવતા 130 વાહનચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરી દીધા હતા. સાથે જ 220 વાહનચાલકોને નોટિસ ફટકારી હતી.
CCTVમાં કેદ થયેલા વાહનચાલકોને RTOએ નોટિસ ફટકારી છે. રોંગ સાઈડ વાહન હંકારતા પકડાયેલા વાહન માલિકોને RTO દ્વારા નોટિસ ફટકારવામાં આવી રહી છે. નોટિસ ફટકારી તેઓને સાંભળવામાં આવે છે ત્યારબાદ લાઇસન્સ સસ્પેન્ડ કરવા અંગે નિર્ણય લેવામાં આવે છે. નોટિસ ફટકારીને વાહનચાલકો પાસેથી ચોક્કસ સમયમર્યાદામાં નોટિસનો જવાબ માંગવામાં આવ્યો છે. વાહન ચાલકોના ખુલાસા બાદ RTO વધુ કાર્યવાહી હાથ ધરશે.
(11:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
