News of Thursday, 12th September 2024
કલોલ પાલિકામાં ભાજપમાં ભવાઈ! ;બે જૂથ વચ્ચે મારામારી બાદ 11 સભ્યોના રાજીનામા
કલોલ નગરપાલિકામાં ભાજપમાં ભડકો : સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત 11 સભ્યોએ રાજીનામું આપી દેતા રાજકારણમાં ગરમાવો

ગાંધીનગર જિલ્લાની કલોલ નગરપાલિકામાં મારામારી થઇ હતી, જેને લઇને આજે મોટું રિએક્શન સામે આવ્યુ છે. ગાંધીનગરની કલોલ નગરપાલિકામાં ભડકો જોવા મળી રહ્યો છે. આજે એકાએક સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત 11 સભ્યોના ભાજપના સભ્ય પદેથી રાજીનામા આપી દીધા છે. જેમણે સ્થાનિક ધારાસભ્ય સામે નારાજગી હોવાનો દાવો કર્યો છે. ગત 5 તારીખે પાલિકામાં મારામારી થઈ હતી.
ગાંધીનગરની કલોલ નગરપાલિકામાં ભાજપમાં ભડકો થયો છે. નગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત 11 સભ્યોએ રાજીનામું આપી દેતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત તમામ સભ્યોએ ભાજપના સભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. રાજીનામું આપવા પાછળ સ્થાનિક ધારાસભ્ય સામે નારાજીગીનું કારણ સામે આવ્યું છે. મહત્વનું છે કે કલોલ નગરપાલિકામાં થયેલ મારામારીની ઘટના બાદ આ વિવાદ થયો હતો.
, કલોલ નગરપાલિકામાં અગાઉ રી-ટેન્ડરિંગ મામલે બે જૂથો વચ્ચે છૂટા હાથની મારામારી થઇ હતી. ભાજપના બે જૂથ સામે સામે આવી ગયા હતા, આ માથાકૂટ ઉપર સુધી પહોંચી છતાં નિવેડો ના આવતા આજે રાજીનામાનો દૌર શરૂ થયો હતો. થોડાક દિવસો અગાઉ કલોલ નગરપાલિકામાં મારામારીના ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. રોષે ભરાયેલા લોકોમાંથી એક વ્યક્તિએ હદ વટાવીને ટેબલ પર ચઢીને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને લાફો ઝીંકી દીધો હતો.
(11:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
