<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th September 2024

હવે ભાવનગરમાંથી એમડી ડ્રગ્સ ઝડપાયું;ભરતનગરમાંથી 25 ગ્રામ જેટલા એમડી ડ્રગ્સ સાથે હનીફ બેલીમની ધરપકડ.

આરોપી હનીફ બેલીમ અમદાવાદના જુહાપુરા વિસ્તારમાંથી ડ્રગ્સ લાવી ભાવનગરમાં છૂટક વેચાણ કરતો હતો:પોલીસે 25 ગ્રામ જેટલા ડ્રગ્સ સાથે 2.50 લાખથી વધુ નો મુદ્દામાલ જપ્ત કર્યો

અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ બાદ હવે ભાવનગરમાંથી એમડી ડ્રગ્સ ઝડપાયું છે. પોલીસે ભરતનગર વિસ્તારમાંથી એક યુવકની ધરપકડ  કરી છે. 

ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં પોલીસે અંદાજે 25 ગ્રામ જેટલા  એમડી ડ્રગ્સ સાથે હનીફ બેલીમ નામના  શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી હનીફ બેલીમ અમદાવાદના જુહાપુરા વિસ્તારમાંથી ડ્રગ્સ લાવી ભાવનગરમાં છૂટક વેચાણ કરતો હતો. પોલીસે અંદાજે 25 ગ્રામ જેટલા ડ્રગ્સ સાથે 2.50 લાખથી વધુ નો મુદ્દામાલ જપ્ત કરી આરોપીની ધરપકડ કરી છે. 

(11:51 PM IST)