તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 13th September 2024
નર્મદા ડેમના 15 દરવાજા 2.35 મીટર ખોલાયા : છેલ્લા 24 કલાકમાં નર્મદા ડેમની સપાટીમાં 20 સેમીનો વધારો
. ઉપરવાસમાંથી 4 લાખ 38 હજારથી વધુ ક્યુસેક પાણીની આવક થઇ છે. નર્મદા નદીમાં 2 લાખ 95 હજાર ક્યુસેક પાણી છોડાયુ

અમદાવાદ : ઉપરવાસમાંથી પાણી આવતા નર્મદા ડેમની જળ સપાટીમાં સામાન્ય વધારો થયો છે. 24 કલાકમાં નર્મદા ડેમની સપાટીમાં 20 સેમીનો વધારો થયો છે. ઉપરવાસમાંથી 4 લાખ 38 હજારથી વધુ ક્યુસેક પાણીની આવક થઇ છે. નર્મદા નદીમાં 2 લાખ 95 હજાર ક્યુસેક પાણી છોડાયુ છે. હાલ નર્મદા ડેમની સપાટી 135.86 મીટરે પહોંચી છે. નર્મદા ડેમના 15 દરવાજા 2.35 મીટર ખોલાયા છે. ડેમમાંથી 2 લાખ 50 હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાયુ. વડોદરા ભરૂચ અને નર્મદાના 42 ગામોને એલર્ટ કરાયા છે.
(11:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
