<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th September 2024

એસટીની નવી વોલ્વોમાં મહિલા માટે ઈમરજન્સી બટન પણ હશે પ્રેસ કરતા જ પોલીસને જાણ થશે

બસમાં આગની દુર્ઘટના અથવા ધુમાડો ઉત્પન્ન થાય ત્યારે નાઇટ્રોજન ગેસ અને 250 લિટરની પાણીની બે ટેંકો દ્વારા સ્પ્રિંકલર ટેકનોલોજીની મદદથી પાણીનો છંટકાવ થશે:જાણો રાજકોટ-સુરત અને વડોદરાને કેટલી બસ ફાળવી

અમદાવાદ :  ગુજરાતના રસ્તાઓ પર હવે સીસીટીવી કેમેરાથી સજ્જ અને અઘાતન ફાયર સેફ્ટી સાથેની વોલ્વો બસ દોડશે. રાજ્યના વાહન વ્યવહાર મંત્રી દ્વારા આજે ગુરૂવારના રોજ ગાંધીનગર ખાતે વધુ 20 હાઈટેક વોલ્વો સીટર બસોને ફ્લેગ ઓફ કરી સંચાલન માટે મૂકી હતી. આ 20 બસ અમદાવાદથી સુરત, વડોદરા અને રાજકોટ માટે દોડાવવામાં આવશે. આ ઉપરાંત મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી બસમાં ઈમર્જન્સી બટન પણ હશે જે દબાવતા જ નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ થશે અને ગુનેગારને પકડવામાં સરળતા રહેશે.

મહત્ત્વનું છે કે, બસમાં આગની દુર્ઘટના અથવા ધુમાડો ઉત્પન્ન થાય ત્યારે નાઇટ્રોજન ગેસ અને 250 લિટરની પાણીની બે ટેંકો દ્વારા સ્પ્રિંકલર ટેકનોલોજીની મદદથી પાણીનો છંટકાવ થશે.

નવી વોલ્વોમાં આ પ્રકારની સુવિધા હશે :વોલ્વો એસી બસમાં 47નું સિટિંગ: સીસીટીવી કેમેરા: મોબાઇલ ચાર્જિંગ ફેસિલિટી,ફાયરસેફટી માટે અધ્યતન સ્પ્રિંકલર સિસ્ટમ, સ્મોક ડિટેક્ટર એલાર્મ,એલઈડી ટીવી,એઝોસ્ટ ફેન સાથેના હેચ અને ઈમર્જન્સી એક્ઝિટ ડોર

(12:25 PM IST)