તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 13th September 2024
રાજ્યમાં દર કલાકે સરેરાશ 10 વ્યક્તિ હૃદયની સમસ્યાનો શિકાર:ઓગસ્ટમાં આ વર્ષના સૌથી વધુ 7541 કેસ નોંધાયા
ગત વર્ષે પ્રથમ 8 મહિનામાં હૃદયને લગતી ઈમરજન્સીના 49898 કેસ નોંધાયા:ગત વર્ષની સરખામણીએ હૃદયને લગતી ઈમરજન્સીના કેસમાં 15 ટકાથી વધુનો વધારો થયો

અમદાવાદ : રાજયમાં હૃદયને લગતી ઈમરજન્સીના કેસમાં ચિંતાજનક વધારો યથાવત છે. છેલ્લા 8 મહિનામાં જ હૃદયને લગતી ઈમરજન્સીના કુલ 54721 કેસ નોંધાયા છે. આ સ્થિતિએ પ્રતિ દિવસે સરેરાશ 225 જ્યારે પ્રતિ કલાકે સરેરાશ 10 વ્યક્તિને હૃદયની સમસ્યાનો સામનો કરવો પડે છે. ગત વર્ષે પ્રથમ 8 મહિનામાં હૃદયને લગતી ઈમરજન્સીના 49898 કેસ નોંધાયા હતા. આમ, ગત વર્ષની સરખામણીએ હૃદયને લગતી ઈમરજન્સીના કેસમાં 15 ટકાથી વધુનો વધારો થયો છે.
મહિનોગુજરાતઅમદાવાદજાન્યુઆરી67191938ફેબ્રુઆરી66561950માર્ચ70292050એપ્રિલ59071705મે71752149જૂન65611992જૂલાઈ71332124ઓગસ્ટ75412294કૂલ54,72116,200
(12:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
