<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th September 2024

કલોરેકસ ગ્રુપ દ્વારા ‘ટોટલ પેરેટિંગ સોલ્‍યુશન્‍સ'

અમદાવાદઃ કેલોરેક્‍સ ગ્રૂપ દ્વારા ડિજિટલ યુગમાં પેરેન્‍ટિંગ સોલ્‍યુશન્‍સ પર એક અસરકારક સત્રનું આયોજન કરવામાં આવ્‍યું હતું. કેલોરેક્‍સ ગ્રૂપના MD & CEO ડો. મંજૂલા પૂજા શ્રોફે માતા-પિતા અને વિદ્યાર્થીઓને પડકારરૂપ એવા સાયબર બુલિંગ, કેટફિશિંગ, ઓનલાઇન ગ્રૂમિંગ, સોશિયલ મીડિયા એડિક્‍શન સહિતના મુદ્દા પર ચર્ચા કરી હતી.પેકેજમાં ડો. મંજુલા પૂજા શ્રોફનું નંબર- ૧ બેસ્‍ટસેલર પુસ્‍તક ‘બેબી સ્‍ટેપ ટુ બીગ ડ્રિસ', હાલમાં જ પ્રકાશિત થયેલ બેબી સ્‍ટેપની નવી સિક્‍વલ ‘સેફ ટીન સ્‍ટેપ', જે યંગ એડલ્‍ટસને સાયબર સિક્‍યોર બનાવવા, અને ‘સિટીંગ-બાય-માયા'નામનું અત્‍યાધુનિક AI જનરેટિવ ટૂલ, વિદ્યાર્થી, શિક્ષકો અને વાલીઓને ચોક્કસ પડકારો અને પ્રશ્‍નોના ત્‍વરિત ઉકેલ પ્રદાન કરે છે. વરિષ્ઠ પત્રકાર અને લેખિકા શ્રીમતી રાગિણી ભારદ્વાજ અને ડો. મંજૂલા પૂજા શ્રોફ દ્વારા લિખિત ‘સેફ ટીન સ્‍ટેપ્‍સ'નું લોન્‍ચિંગ, ઇવેન્‍ટની મહત્‍વની હાઇલાઇટ હતી. આ પુસ્‍તકમાં ડિજિટલ યુગમાં કિશોરવયમાં વધતા જોખમો જેવા કે સાયબર બુલિંગ, કેટફિશિંગ, ઓનલાઇન ગ્રૂમિંગ, સેક્‍સટિંગ, બ્‍લેકમેઇલિંગ અને સોશિયલ મીડિયા એડિક્‍શન સહિતના પ્રતિબંધિત વિષયોને આવરી લેવામાં આવ્‍યા છે.(અહેવાલ-તસ્‍વીરઃ કેતન ખત્રી, અમદાવાદ)

(2:54 PM IST)