<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th September 2024

સુરતમાં ડેન્‍ગ્‍યુએ મહિલા ડોકટરનો જીવ લીધો

સુરતા : શહેરમાં ડેન્‍ગ્‍યુના કારણે એક મહિલા તબીબનું મોત થતા ભારે દુઃખની લાગણી ફેલાયેલ છે.

મચ્‍છરજન્‍ય રોગચાળો જીવલેણ બનતો જાય છે.

રોગચાળાની સ્‍થિતિ અંગે આરોગ્‍ય વિભાગના અધિકારીએ જણાવ્‍યું છે કે, રાજય સરકારને મહિલા તબીબના મોતનો રિપોર્ટ મોકલવામાં આવ્‍યો છે.

શહેરમાં સપ્‍ટેમ્‍બરમાં અત્‍યાર સુધીમાં ડેન્‍ગ્‍યુના ૩૯ અને મલેરિયાના પપ કેસ નોંધાયા છે.સતત ૩ મહિનાથી વરસાદ વરસી રહ્યો છે. તેથી રોગચાળો ફેલાયો છે.પ્રવર્તમાન સ્‍થિતિનું ૩ લેયરમાં મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે.

રોજના સવા લાખ ઘરોનો સર્વે કરાઇ રહ્યાનું તેમણે જણાવેલ.

(3:52 PM IST)