તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 13th September 2024
વડોદરા પૂર બાદ એક-એક ગેરેજમાં ૪૦૦-૪૦૦ કારનો ખડકલો : સ્પેરપાર્ટ ખૂટી પડયાં
શહેરની ૪૦ ટકા કાર પૂરના પાણીમાં ગરકાવ થઈ જતાં રિપેરીંગ માટે પડાપડી જોવા મળી રહી છે ગેરેજમાં ગાડીઓ પાર્ક કરવા પ્લોટ ભારે રાખવા પડે છે, કારની રિપેરીંગની કોસ્ટ ઓછામાં ઓછી ૫૦ હજાર જેટલી આવી રહી છે : જેના કારણે અનેક પરિવારોની દિવાળી બગડે તેમ છે

વડોદરા, તા.૧૩: શહેરમાં આવેલા પૂરના પાણીએ ગરીબથી માંડીને અમીરને -ભાવિત કર્યા છે. તેમાં પણ કાર માલિકોની તો દશા બેઠી હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે પૂરના પાણીમાં જળમગ્ન થઈ ગયેલી કાર રિપેરીંગ કરાવવા ખૂબ મોટો ખર્ચો કરવો પડે તેમ છે. ખર્ચો કર્યા પછી પણ દિવાળી પહેલા તો કાર નહીં જ મળે, એટલે પડ્યા પર પાટું માર્યા જેવો ઘાટ સર્જાવાનો છે.
વડોદરા શહેરમાં પૂરના પાણીએ વિનાશ વેર્યો હતો. જેમાં હજારો લોકોને લાખોનું નુકસાન થયું છે. લોકોએ નસીબને અને તંત્રને દોષ આપી ધીરે-ધીરે જીવનની ગાડી આગળ ધપાવવાનું શરૂ કર્યું છે. પરંતુ ઘરની બહાર પાર્ક કરેલી ગાડીના પૈડાં દિવાળી પહેલા આઘા પાછા કરી શકાય તેમ નથી. કારણ કે પૂરના પાણીમાં એટલા મોટા પ્રમાણમાં કારને નુકશાન થયું છે કે હવે ડીલરો પાસે બગડી ગયેલી કાર મૂકવા માટેની જગ્યા જ નથી.
શહેરની ૪૦ ટકા કાર પૂરના પાણીમાં ગરકાવ થઈ જતાં તેના રિપેરીંગ માટે અફરાતફરી સર્જાઈ છે. આજ કારણથી કાર ડીલરો અને ગેરેજ સંચાલકોને ત્યાં કારના ખડકલા જોવા મળી રહ્યા છે. હવે નોબત એવી આવી છે કે બગડી ગયેલી કાર પાર્ક કરવા યોગ્ય જગ્યા નથી. જેના કારણે હવે ડીલરો અને ગેરેજ સંચાલકોએ બગડી ગયેલી કારને પાર્ક કરવા ખાનગી પ્લોટનો સહારો લેવો પડી રહ્યો છે. હાલ ર્ડીીલરો ભાડું ચૂકવી ખાનગી પ્લોટ પર કાર પાર્ક કરી રહ્યા છે અને જેમ વારો આવે તેમ કાર રિપેર કરી કાર માલિકો સુધી પહોંચાડી રહ્યા છે.
અત્યારની સ્થિતિની જો વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં સેંકડો કાર ડીલર્સ છે. જે ફોર વ્હીલર કારનું વેચાણ કરે છે. હાલ પ્રત્યેક ડીલર પાસે ઓછામાં ઓછી ૪૦૦ કાર રિપેરીંગ માટે આવી છે. જેમાં મોટા ભાગની કાર ટોટલ લોસ છે, જેને રિપેર કરવામાં ઘણો લાંબો સમય લાગી શકે તેમ છે. લગભગ ૧૦ હજાર જેટલી ગાડીઓના રિપેરીંગમાં દિવાળી સુધીનો સમય લાગશે. કારની રિપેરીંગની કોસ્ટ ઓછામાં ઓછી ૫૦ હજાર જેટલી આવી રહી છે. જેના કારણે અનેક પરિવારોની દિવાળી બગડે તેમ છે.
હાલ ડીલરો દ્વારા કારના નુકસાનને સિગ્રિકેશન કરીને તેની સર્વિસ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે શહેરમાં આટલા મોટા પ્રમાણમાં કાર એક સાથે ખરાબ થઈ જતા ડીલરોને ત્યાં કારના સ્પેરપાર્ટ પણ ખૂટી પડ્યા છે. અનેક કારના પાર્ટ્સ ઉપલબ્ધ નહીં હોવાથી બહારથી મંગાવવાની ફરજ પડી રહી છે. આ પાર્ટ્સ આવવામાં પણ ઘણો વિલંબ થઈ રહ્યો છે.
આ સમગ્ર મામલે આરટીઓ અધિકારી જે. કે. પટેલે જણાવ્યું હતું કે, તંત્ર દ્વારા કાર ડીલરો, વીમા કંપનીઓ સાથે બેઠક કરવામાં આવી છે. કાર માલિકોને તકલીફ ન પડે તેની તકેદારી રાખવા સૂચના આપી છે. જલ્દી કાર રિપેર થાય, વીમા મંજૂર થાય તે અંગે ટકોર પણ કરી છે
(3:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
