તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 13th September 2024
ગુજરાતમાં પ્રતિ કલાકે સરેરાશ ૧૦ વ્યક્તિ હૃદયની સમસ્યાનો શિકાર
રાજકોટમાં દરરોજ ૧૧પ હાર્ટના દર્દીઃ ઓગસ્ટમાં ત્રીજા સ્થાને

અમદાવાદ તા. ૧૩ઃ ગુજરાતમાં હૃદયને લગતી ઈમરજન્સીના કેસમાં ચિંતાજનક વધારો યથાવત છે. છેલ્લા ૮ મહિનામાં જ હૃદયને લગતી ઈમરજન્સીના કુલ ૫૪૭૨૧ કેસ નોંધાયા છે. આ સ્થિતિઍ પ્રતિ દિવસે સરેરાશ ૨૨૫ જ્યારે પ્રતિ કલાકે સરેરાશ ૧૦ વ્યક્તિને હૃદયની સમસ્યાનો સામનો કરવો પડે છે. ગત વર્ષે પ્રથમ ૮ મહિનામાં હૃદયને લગતી ઈમરજન્સીના ૪૬૮૬૮ કેસ નોંધાયા હતા. આમ, ગત વર્ષની સરખામણીઍ હૃદયને લગતી ઈમરજન્સીના કેસમાં ૧૫ ટકાથી વઘુનો વધારો થયો છે.
ઈમરજન્સી સેવા ‘૧૦૮’ પાસેથી માહિતી અનુસાર ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં હૃદયની સમસ્યાના ૭૫૪૧ કેસ નોંધાયેલા છે. આ વર્ષે ઍક જ મહિનામાં નોંધાયેલા આ સૌથી વઘુ કેસ છે. આમ, ઓગસ્ટ મહિનામાં દરરોજ સરેરાશ ૨૪૩ વ્યક્તિ હૃદયની સમસ્યાનો શિકાર બની છે. આ વર્ષે ઍક જ મહિનામાં ૭ હજારથી વઘુ કેસ નોંધાયા હોય તેવું માર્ચ, મે અને જુલાઇમાં બન્યું છે.
આ વર્ષે પ્રથમ ૮ મહિનામાં જે જિલ્લામાં સૌથી વઘુ કેસ નોંધાયા હોય તેમાં અમદાવાદ ૧૬૨૦૦ સાથે મોખરે છે. આ સ્થિતિઍ અમદાવાદ જિલ્લામાં પ્રતિ દિવસે ૬૭ વ્યક્તિને હૃદયની ઈમરજન્સી સારવાર લેવી પડી છે. સૌથી વઘુ કેસ નોંધાયા હોય તેવા જિલ્લામાં સુરત ૪૪૯૧ સાથે બીજા, રાજકોટ ૩૫૭૮ સાથે ત્રીજા, વડોદરા ૨૭૯૭ સાથે ચોથા ભાવનગર ૨૭૫૪ સાથે પાંચમાં, જામનગર ૨૦૪૦ સાથે છઠ્ઠા જ્યારે જુનાગઢ ૨૦૦૬ સાથે સાતમાં સ્થાને છે. સૌથી ઓછા ૪૩૫ કેસ પાટણમાં નોંધાયા છે.
બીજી તરફ અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલના પરિસરમાં આવેલી યુ.ઍન. મહેતા હાર્ટ હોસ્પિટલમાં આ વર્ષે ૨.૪૧ લાખ આઉટડોર જ્યારે ૩૨૯૬૦ ઈન્ડોર દર્દી નોંધાયા છે. આ વર્ષે ૩૧૭ દર્દીમાં બલૂન, ૧૦૩૮માં ડિવાઇસ, ૮૬૦માં પેસમેકર, ૫૧૮૯માં પ્લાસ્ટિ-સ્ટેન્ટ મુકવામાં આવેલા છે. )
(4:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
