<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th September 2024

દહેગામમાં મોટી દુર્ઘટના : મેશ્વો નદીમાં ગણેશ વિસર્જન દરમિયાન 10 લોકો ડૂબી ગયા: 7 લોકોના મૃતદેહ મળ્યા

ફાયર બ્રિગેડ અને સ્થાનિક તરવૈયા ઉપરાંત પ્રાંત અધિકારી પણ ઘટના સ્થળે : ગણેશ વિસર્જન દરમિયાન એક યુવકનો પગ લપસતા તેને બચાવવા જતા એક પછી એક એમ 10 લોકો પાણીમાં ગરકાવ થઈ ગયા

પાટણની સરસ્વતી નદીમાં ગણેશ વિસર્જન વખતે 5 લોકો ડૂબી જવાથી મોતને ભેટ્યા હતા. જે બાદ આવી જ વધુ એક ઘટના ગાંધીનગર જિલ્લાના દહેગામમાં મોટી દુર્ઘટના બની છે 

 મળતી વિગત મુજબ  દહેગામના વાસણા સોગઠી ગામમાંથી પસાર થઈ મેશ્વો નદીમાં ગણેશ વિસર્જન વખતે 10 લોકો ડૂબી ગયા હતા. જેમાં ગણેશ વિસર્જન દરમિયાન એક યુવકનો પગ લપસતા તેને બચાવવા જતા એક પછી એક એમ 10 લોકો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જે પૈકી 5ના મૃતદેહ મળી આવ્યા છે.

ફાયર બ્રિગેડ અને સ્થાનિક તરવૈયા ઉપરાંત પ્રાંત અધિકારી પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને નદીમાં પડેલા અન્ય લોકોની શોધખોળ હાથ ધરી છે.

(6:35 PM IST)