તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 13th September 2024
માર્ગ અને મકાન વિભાગ દ્વારા ભારે વરસાદના કારણે થયેલા રસ્તાઓના નુકશાનનું યુદ્ધના ધોરણે રીપેરીંગ:જાણો 15 દિવસમાં ક્યાં ક્યાં કામગીરી
વરસાદ ઓછો થતા છેલ્લા ૩ દિવસથી હોટમીક્સ પ્લાન્ટ ચાલુ કરીને હોટમીક્સ પ્લાન્ટથી પેચવર્ક પણ ચાલુ

ગાંધીનગર : માર્ગ અને મકાન વિભાગ દ્વારા ચાલુ વર્ષે આવેલ ભારે વરસાદના કારણે થયેલ રસ્તાઓના નુકશાનનું રીપેરીંગની કામગીરી યુદ્વના ધોરણે છેલ્લા ૧૫ દિવસમાં હાથ ધરેલ છે જેમાં રસ્તા પર પડેલ ખાડાને પ્રથમ મેટલ પેચવર્કથી પૂરવાની તથા તૂટેલા નાળા-પુલો માટે ડાયવર્ઝન બનાવવાની કામગીરી પૂર જોશમાં હાથ ધરેલ છે.
હવે વરસાદ ઓછો થતા છેલ્લા ૩ દિવસથી હોટમીક્સ પ્લાન્ટ ચાલુ કરીને હોટમીક્સ પ્લાન્ટથી પેચવર્ક પણ ચાલુ કરી દીધેલ છે.
વધુમાં મહત્તમ હોટમીક્સ પ્લાન્ટો ચાલુ થાય તે માટે ગુજરાત કોન્ટ્રાક્ટર એસોસિયેશન સાથે પણ વિભાગે બેઠક યોજીને રાજ્યના તમામ જિલ્લાઓમાં મહત્તમ હોટમીક્સ પ્લાન્ટ ચાલુ થાય તે માટે એસોસિયેશનના પ્રતિનિધિઓને વિનંતી કરેલ છે અને મહત્તમ પ્લાન્ટ ચાલુ કરી વધુમાં વધુ પેચવર્ક હાથ ધરવા સૂચનાઓ આપેલ છે. આ બાબતે છેલ્લા ૪ દિવસથી તમામ જિલ્લામાં ડામરના હોટમીક્સ પ્લાન્ટ ચાલુ કરવામાં આવેલ છે અને રસ્તાને ટ્રાફીકેબલ કરવાના સંનિષ્ઠ પ્રયત્ન ચાલુ કરેલ છે.
આજે રાજ્યમાં ૯૦થી વધુ હોટમીક્સ પ્લાન્ટ કાર્યરત કરવામાં આવેલ છે અને વરસાદ ના આવે ત્યાં સુધી તમામ જિલ્લામાં પ્લાન્ટો ચાલુ રાખી ડામર કામની મરામત ચાલુ રહેશે.
આમ સરકાર રાજ્યના પ્રજાજનોને સારા રસ્તાઓની સવલત આપવા માટે કટિબદ્વ છે
(8:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
