તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 13th September 2024
સુરતના માંગરોળના દેગડીયા ગામે દીપડાએ મહિલા પર હુમલો કરતા ગંભીર ઇજા બાદ મોત
વન વિભાગની ટીમે દીપડાને પકડવાની તજવીજ હાથ ધરી

સુરત જિલ્લામાં દીપડાનો આતંક યથાવત રહ્યો છે. માંગરોળના દેગડીયા ગામે આજે વહેલી સવારે દીપડાએ વહેલી સવારે 40 વર્ષીય ગીતા બેન વસાવા નામની મહિલા પર હુમલો કર્યો હતો. ગંભીર ઈજાઓના કારણે મહિલાનું મોત નિપજ્યું હતું. શિકારની શોધમાં આવેલ દીપડાએ હુમલો કર્યો હતો.
સુરત જિલ્લા વન વિભાગની ટીમ સ્થળ પર પહોચી હતી. વન વિભાગની ટીમે દીપડાને પકડવાની તજવીજ હાથ ધરી છે. એક મહિના અગાઉ પણ માંડવી તાલુકામાં દીપડાના હુમલાની ઘટનામાં એક વૃદ્ધ મહિલાનું મોત નિપજ્યું હતું. દીપડાઓના વધી રહેલા આતંકને લઇને લોકોમાં રોષ પ્રવર્તી રહ્યો છે.
(10:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
