<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th September 2024

ચોમાસામાં પ્રથમવાર સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી 136 મીટર પાર :, 42 ગામને કરાયા એલર્ટ

ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં 3,47,891 ક્યુસેક પાણીની આવક જ્યારે નર્મદા નદીમાં કુલ 3,17,014 ક્યુસેક છોડાઈ રહ્યું છે.

અમદાવાદ : સરદાર સરોવર નર્મદા ડેમ જળની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ઉપરવાસમાંથી આવતા પાણીને કારણે, તંત્ર દ્વારા સરદાર સરોવર નર્મદા ડેમના 15 દરવાજા 2.50 મીટર સુધી ખોલીને નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. 2024ના ચોમાસામાં પહેલીવાર સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી 136 મીટરને પાર થઈ છે.

   હાલમાં ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં 3,47,891 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જ્યારે નર્મદા નદીમાં કુલ 3,17,014 ક્યુસેક છોડાઈ રહ્યું છે. નર્મદા નદીમાં છોડવામાં આવી રહેલા પાણીને કારણે, વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના 42 ગામને એલર્ટ કરાયા છે.

(10:49 PM IST)