તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 13th September 2024
સુરતમાં ઇદે મિલાદનુ મુખ્ય જુલુસ નીકળશે નહીં. માત્ર ગલી મહોલ્લે જ જુલુસ ફરશે : શાંતિ સમિતિની બેઠકમાં લેવાયો નિર્ણય
ઇદે મિલાદ દુન્નબી કમિટી અને સીરત ઉન નબી કમિટી દ્વારા જાહેરાત: જેમને જુલુસ કાઢવું હોય તેમણે પોલીસ પરમીશન લઈ કાઢી શકશે.

સુરતમાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. બેઠકમા હિંદુ મુસ્લિમ સમાજના આગેવાનો જોડાયા હતા. ઇદે મિલાદ દુન્નબી કમિટી અને સીરત ઉન નબી કમિટી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, આગામી 16 મી તારીખે ઇદે મિલાદનુ મુખ્ય જુલુસ નીકળશે નહીં. માત્ર ગલી મહોલ્લે જ જુલુસ ફરશે. રાજમાર્ગ થઈ ખાજા દાના જાય છે તે જુલુસ નીકળશે નહીં. જેમને જુલુસ કાઢવું હોય તેમણે પોલીસ પરમીશન લઈ કાઢી શકશે. શાંતિ સમિતિની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો. બન્ને તહેવારો શાંતિપૂર્ણ માહોલમા યોજવા બેઠક કરવામાં આવી હતી.
(11:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
