તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 13th September 2024
આગામી ૧૭ મી તારીખે ગણપતિ વિસર્જન :12 સ્થળોએ:80 હજાર મૂર્તિઓનું વિસર્જન
જુલુસ અને વિસર્જનમા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાશે. 15 હજારથી વધુ પોલીસકર્મી બંદોબસ્તમાં હાજર રહેશે.

સુરતમાં શાંતિ સમિતિની બેઠકમાંઈડનું ઝુલુસ અને ગણેશ વિસર્જન બન્ને ત્યોહારો શાંતિપૂર્ણ માહોલમા યોજવા નિર્ણ્ય લેવાયો છે
ઈદ કમિટી તરફથી આગામી 16મી તારીખે જુલુસનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 17મી તારીખે ગણપતિ વિસર્જનનું આયોજન કરવામાં આવ્યું છે. અલગ અલગ 12 સ્થળો પર વિસર્જન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. 80 હજાર મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે. જુલુસ અને વિસર્જનમા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાશે. 15 હજારથી વધુ પોલીસકર્મી બંદોબસ્તમાં હાજર રહેશે.
વધુમાં ૩૨૦ પોઈન્ટ ધાબા પોઈન્ટ રહેશે ,ક્રાઇમ બ્રાન્ચ ની ૧૦ ટીમ તૈનાત રહેશે, ૪ sog ટીમ તૈનાત સાથે ૭ ક્વીક રીસ્પોન્સ ટીમ તૈનાત રહેશે ૭ ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવશે ૯૦૦ જેટલા બોડી વોર્ન કેમેરા અને ૭ વજ્ર વાહન થી કામગીરી કરાશે ૨૭૦૦ લોકો ના અટકાયતી પગલાં લેવાયા છે
પાલિકા સાથે મળી કામગીરી કરવામાં આવશે
૩૦૦૦ સીસીટીવી કેમેરા થી નજર
૪૦ જગ્યા પર પ્રાઇવેટ કેમેરા લગાવવામાં આવશે
મોટા ન્યુઝ છે
(11:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
