<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th September 2024

ખેતીની જમીન ખરીદ-વેચાણ, વારસાઇમાં સરળીકરણ આવકાર્ય

ખેડુતોને પરેશાનીથી મુકત કરતો નિર્ણયઃ હિરેન હિરપરા

ગાંધીનગર તા. ૧૪ :.. ગુજરાત રાજય નિરંતર ઔદ્યોગિક અને ખેતીની દ્રષ્‍ટિએ આગળ વધી રહ્યું છે.

ખેડૂત ખાતેદારના દાખલાથી પ્રથા અમલી  બનતા સિધ્‍ધિ લીટીનાં વારસદારોને જ દાખલા મળતા હતા. જેના હિસાબે અનેક પ્રશ્નો ઉપસ્‍થિતિ થતા હતા જે બાબતની રજૂઆત ગુજરાતનાં ખેડૂતો અને ગુજરાત ભાજપ કિસાન મોરચા દ્વારા કરવામાં આવતી હતી. જેનું સુઃખદ નિરાકરણ આવ્‍યું છે.

સુશાસનના સફળ ૩ વર્ષ પૂર્ણ કરીને ચોથા વર્ષમાં પ્રવેશના પ્રથમ દિવસે જ મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્રભાઇ પટેલના ખેડૂતો માટે કલ્‍યાણકારી નિર્ણયો કરવામાં આવ્‍યો છે.

રાજયમાં ખેતીની જમીન વેચાણ કિસ્‍સામાં નોંધ દાખલ અને પ્રમાણિત કરવાના નિર્ણયની કાર્યવાહીમાં સરળીકરણ કરાશે. જેના હિસાબે ખેડૂત ખરાઇ માટે રેકર્ડ ચકાસણીમાં ૬ એપ્રિલ ૧૯૯પ થી જ મહેસુલી રેકર્ડ ધ્‍યાનમાં લેવાશે. લેન્‍ડ રેકર્ડ ડીઝીટાઇઝેશન અને ઓનલાઇન પારદર્શી પ્રક્રિયાને વેગ આપતા જનહિતકારી નિર્ણયો. આ નિર્ણયને ગુજરાત ભાજપના કિસાન મોરચાના મહામંત્રીશ્રી હિરેન હિરપરાએ આવકાર્યો છે.

(10:51 AM IST)