<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th September 2024

યાગી' વાવાઝોડુ હવે ડીપ્રેશનમાં ફેરવાઇને ગુજરાતને ધમરોળશે

આ માસના અંતિમ દિવસોમાં ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળશે

(મહમંદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા.૧૪: ફિલીપીન્‍સ-ચીન સહિતના દેશોને શકિતશાળી વાવાઝોડા સ્‍વરૂપે વ્‍યાપક નુકશાન પહોંચાડી હવે આ ‘યાગી'નામનું વાવાઝોડુ નબળું પડી મ્‍યાનમારથી આગળ વધી લોપ્રેશર અવસ્‍થાએ બંગાળની ખાડીમાં પ્રવેશે છે. અહીં સમુદ્ર મળવાથી આ ‘યાગી' નામનું ભૂતકાળનું વાવાઝોડું લો પ્રેશરમાંથી ઉર્જા મેળવીને ડીપ્રેશન બનવાની સંભાવના રહે છે. આઇએમડી અને વિન્‍ડી વેધર ફોરકાસ્‍ટના વિવિધ મેપ્‍સથી સ્‍પષ્‍ટ તારણ નીકળે છે કે આ ડિપ્રેશન સિસ્‍ટમ ફરી મધ્‍યપ્રદેશ સુધી આવ્‍યા બાદ ઉતર તરફ જવાને બદલે ગુજરાતમાં છવાશે.

જેને પગલે આશરે ૧૮ સપ્‍ટેમ્‍બરથી દ.ગુજરાત, ગુજરાતના પૂર્વ વિસ્‍તારમાં વરસાદી માહોલ શરૂ થઇ મધ્‍ય ગુજરાત અને સોૈરાષ્‍ટ્રમાં ૨૦ તારીખની આસપાસ આ સિસ્‍ટમ પહોંચી જશે. અર્થાત આ માસના અંતિમ દિવસોમાં મતલબ કે ૨૧ થી ૨૫ સુધી ફરી ભર ચોમાસા જેવી સ્‍થિતિ નિર્માણ થવાની છે. મોન્‍સુન વીડ્રો થવામાં ગુજરાત અને ખાસ કરી સોૈરાષ્‍ટ્રમાં વિલંબ થશે. તેવુ આ પહેલા આ માધ્‍યમથી જ જણાવી ચુકયા છીએ. આ પછી વળી એક વધુ લો પ્રેશર બંગાળની ખાડીમાં સર્જાવાની સંભાવના વિવિધ મોડેલમાં દર્શાવાઇ રહી છે

(1:26 PM IST)