<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th September 2024

સુરતમાં વહેલી સવારથી વરસાદી માહોલ :વરાછા,કતારગામ, અઠવાગેટ, પીપલોદ,અડાજણ સહિતના વિસ્તારોમાં વરસાદ

જિલ્લાના ઓલપાડ, માંગરોળ, ઉમરપાડા, કામરેજ, ચોરાસી, પલસાણા, બારડોલીમાં વરસાદ વરસ્યો

સુરત શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો છે. વહેલી સવારથી કાળા ડીબાંગ વાદળો સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. આ ઉપરાંત સુરત જિલ્લામાં પણ વહેલી સવારે વરસાદી માહોલ જોવા મળ્યો હતો.

સુરત શહેરમાં આજે વહેલી સવારે મેઘરાજાની સવારી આવી પહોંચી હતી. વહેલી સવારથી જ સુરત શહેરના વરાછા, કતારગામ, અઠવાગેટ, પીપલોદ, અડાજણ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. વહેલી સવારથી જ શહેરમાં કાળા ડીબાંગ વાદળો સાથે વરસાદ વરસ્યો હતો. 

   વરસાદના કારણે નોકરી ધંધે લોકો તેમજ શાળા કોલેજ જતા વિદ્યાર્થીઓને રેઇનકોટ અને છત્રી લઈને જવાની ફરજ પડી હતી. બીજી તરફ વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. 

 બીજી તરફ સુરત જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. સવારે 6થી 10 વાગ્યા સુધીમાં સુરત જિલ્લાના ઓલપાડ, માંગરોળ, ઉમરપાડા, કામરેજ, ચોરાસી, પલસાણા, બારડોલીમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો.

(11:59 AM IST)