<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th September 2024

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 57 તાલુકામાં મેઘમહેર :માત્ર ધોળકા અને ધનસુરામાં 1 ઈંચ વરસાદ વરસ્યો

11 તાલુકામાં 10 મીમી વરસાદ પડ્યો:અનેક જિલ્લામાં છૂટોછવાયો હળવોથી મધ્યમ વરસાદની સંભાવના

અમદાવાદ : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 57 તાલુકામાં છૂટોછવાયો વરસાદ નોંધાયો છે. રાજ્યના માત્ર બે તાલુકા ધોળકા અને ધનસુરામાં 1 ઈંચ વરસાદ વરસ્યો છે. 11 તાલુકામાં 10 મીમી વરસાદ ખાબક્યો છે.

   હવામાન વિભાગ દ્વારા 13થી 17 સપ્ટેમ્બર દરમિયાન કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પારબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં છૂટોછવાયો હળવોથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

(12:04 PM IST)