<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th September 2024

ખેતી બેન્‍ક દ્વારા આયોજીત ગણેશ મહોત્‍સવમાં હર્ષ સંઘવીની ઉપસ્‍થિતિ

જુનાગઢઃ અમદાવાદમાં આશ્રમ રોડ પર આવેલી ખેતી બેન્‍કની હેડ ઓફીસ ખાતે ગણેશ મહોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું છે. ખેતી બેન્‍કના ગણેશ મહોત્‍સવમાં ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી સહભાગી થયા હતા. શ્રી હર્ષભાઇએ ગણેશ મહોત્‍સવમાં દર્શન અને આરતી કરી હતી. આ પ્રસંગે બેન્‍કના ચેરમેન શ્રી ડોલરભાઇ કોટેચા અને અન્‍ય સહકારી આગેવાનો પણ દર્શન અને આરતીમાં જોડાયા હતા. ગણેશ મહોત્‍સવમાં ખેતી બેન્‍કના અધિકારીઓ અને કર્મચારીઓએ હર્ષોલ્લાસ સાથે આતશબાજી કરી ગણેશ મહોત્‍સવની રંગેચંગે ઉજવણી કરી હતી.( અહેવાલઃ વિનુ જોશી, તસ્‍વીરઃ મુકેશ વાઘેલા)

(12:12 PM IST)