<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th September 2024

ગાંધીનગરના દહેગામમાં આઠ લોકોના મોત પર વડાપ્ર'ધાન મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું .

પીએમએ કહ્યું - આ ઘટનામાં પોતાના પ્રિયજનોને ગુમાવનાર પરિવારો પ્રત્યે મારી સંવેદના. ઈશ્વર દિવગંત આત્માને શાંતિ આપે એ જ મારી પ્રાર્થના.

ગાંધીનગરના દહેગામમાં નાહવા જતાં આઠ લોકોના ડૂબી જવાથી મોત થયા હતા. આ ઘટના પર વડાપ્રધાન મોદીએ દુ:ખ કર્યું છે.

વડાપ્રધાન મોદીએ પોસ્ટ કરીને જણાવ્યું હતું કે ગુજરાતના દહેગામ તાલુકામાં ડૂબી જવાથી લોકોના મોત થયા છે. આ સમાચાર સાંભળીને દુ:ખ થયું. આ ઘટનામાં પોતાના પ્રિયજનોને ગુમાવનાર પરિવારો પ્રત્યે મારી સંવેદના. ઈશ્વર દિવગંત આત્માને શાંતિ આપે એ જ મારી પ્રાર્થના.

આ ઘટના દહેગામ તાલુકાના વસના સોગાથી ગામમાં બની હતી. ગાંધીનગર ડેપ્યુટી એસપી ડીટી ગોહિલે જણાવ્યું કે દહેગામ તાલુકામાં વાસણા સોગઠી ગામના 9 યુવાનો બપોરના સમયે મેશ્વો નદી પરના ડેમ પર આવ્યા હતા. તેઓ અહીં સ્નાન કરી રહ્યા હતા ત્યારે ભગવાન ગણેશની મૂર્તિ વિસર્જન માટે આવી હતી. તે 9 લોકોમાંથી એક સ્નાન કરતી વખતે ડૂબી ગયો હતો. અન્ય લોકો પણ તેને બચાવવા માટે આવ્યા હતા. ત્યારે ડૂબી જવાથી તેમના મોત થયા હતા.

(1:26 PM IST)