<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th September 2024

સુરત પુણાગામ વિસ્તારમાં તાવમાં સપડાયેલા 4 વર્ષીય માસુમ બાળકનું મોત :પરિવારમાં શોક

દીકરાને સારવાર અર્થે પહેલા ખાનગી હોસ્પિટલ અને બાદમાં સિવિલ હોસ્પિટલ લઇ જવાયો જ્યાં સારવાર દરમિયાન મોત નિપજ્યું

સુરત શહેરમાં તાવમાં સપડાયેલા 4 વર્ષીય બાળકનું મોત નિપજ્યું છે. બાળકને તાવ આવ્યા બાદ વધુ તબિયત લથડી હતી. જે બાદ બાળકને ખાનગી અને બાદમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બાળકનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. વ્હાલસોયા દીકરાના મોતને લઇને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

મળતી માહિતી મુજબ, સુરત શહેરના પુણાગામ વિસ્તારમાં રહેતા સંદીપભાઈ ચૌહાણના 4 વર્ષીય પુત્ર રુદ્ર ને બે-ત્રણ દિવસથી તાવ આવતો હતો. જે બાદ બાળકની તબિયત વધુ લથડી હતી. જેથી પરિવારજનો દીકરાને સારવાર અર્થે પહેલા ખાનગી હોસ્પિટલ અને બાદમાં સિવિલ હોસ્પિટલ બાળકને લઇ જવામાં આવ્યો હતો. જ્યાં બાળકનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. વ્હાલસોયા દીકરાના મોતને લઇને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

બાળકના પિતા સંદીપભાઈ ચૌહાણ એ જણાવ્યું હતું કે, મારા દીકરાનું નામ રુદ્ર હતું તે 4 વર્ષનો હતો. પહેલા તેને પ્રાઇવેટ હોસ્પિટલ લઇ ગયા હતા ત્યાંથી એમ કીધું કે સિવિલ હોસ્પિટલ લઇ જાવ, બે દિવસથી તેને તાવ આવતો હતો, તેને સવારમાં લોહીની બે ઉલટી થઇ હતી. જેથી અમે તેને પ્રાઇવેટ હોસ્પિટલ સારવાર અર્થે લઇ ગયા હતા અને બાદમાં ત્યાંથી સિવિલ હોસ્પિટલ લઇ આવ્યા હતા. અહીં મારા દીકરાને મૃત જાહેર કરવામાં આવ્યો છે. મારા દીકરાને પહેલા કોઈ બીમારી ના હતી બસ આ બે દિવસથી તાવ જ આવતો હતો.

(1:36 PM IST)