News of Saturday, 14th September 2024
બપોરે 12 વાગ્યા સુધીમાં 19 તાલુકામાં વરસાદ : સુરત શહેર- જિલ્લામાં મેઘરાજાની સટાસટી
સુરત શહેર, ઉમરપાડા અને કામરેજમાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો

અમદાવાદ : આજે રાજ્યમાં મેઘરાજાની સવારી બપોરે 12 વાગ્યા સુધીમાં 19 તાલુકામાં પહોંચી છે. સૌથી વધુ વરસાદ સુરત જિલ્લામાં નોંધાયો છે. સુરત શહેર, ઉમરપાડા અને કામરેજમાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. ત્યારે જાણો ક્યાં તાલુકામાં કેટલો વરસાદ ખાબક્યો છે.
હવામાન વિભાગ દ્વારા 13થી 17 સપ્ટેમ્બર દરમિયાન કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પારબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં છૂટોછવાયો હળવોથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે

(1:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
