<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th September 2024

ધોળકા અને ધનસુરામાં ૧ ઇંચ વરસાદ પડયો : ૫૭ તાલુકામાં છૂટોછવાયો

૧૧ તાલુકામાં ૧૦ મીમી વરસાદ : સર્વત્ર મિશ્ર હવામાન યથાવત

અમદાવાદ, તા.૧૪: ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૫૭ તાલુકામાં છૂટોછવાયો વરસાદ નોંધાયો છે. રાજ્‍યના માત્ર બે તાલુકા ધોળકા અને ધનસુરામાં ૧ ઈંચ વરસાદ વરસ્‍યો છે. ૧૧ તાલુકામાં ૧૦ મીમી વરસાદ ખાબકયો છે.

હવામાન વિભાગ દ્વારા ૧૩થી ૧૭ સપ્‍ટેમ્‍બર દરમિયાન કચ્‍છ, મોરબી, સુરેન્‍દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પારબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં છૂટોછવાયો હળવોથી મધ્‍યમ વરસાદની સંભાવના વ્‍યક્‍ત કરવામાં આવી છે.

(2:57 PM IST)