<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th September 2024

પોણા કરોડના ગાંજા સાથે એક મહિલા સહિત ૩ ઝડપી લેવાયા

સાઉથ ગુજરાતમાં યુવા પેઢીને નશાની ગર્તામાં ધકેલાતા રોકવા ચાલતા અભિયાનમાં સુરત રૂરલ પોલિસને વધુ એક મોટો સફળતા રેન્‍જ વડા પ્રેમવીરસિંહ, સુરત રૂરલ એસપી હિતેષ જોયસર, નાયબ પોલીસ વડા આર.આર. સરવૈયાના માર્ગદર્શનમાં પીઆઇ ચેતન જાદવ ટીમનો સપાટો

રાજકોટ તા. ૧૪: સુરત પોલીસ કમિશનર માફક સુરત રેન્‍જ વડા પ્રેમવીરસિંહ દ્વારા સાઉથ ગુજરાતમાં યુવાનોને નશાની ગર્તામાં ધકેલતા તત્‍વો વિરૂદ્ધ પોતની હકૂમત હેઠળનાં એસપીઓ મારફત હાથ ધરેલ અભિયાનમાં સુરત રૂરલ એસપી હિતેષ જોયસર અને કામરેજ ડિવિઝનનાં નાયબ પોલિસ વડા આર.આર.સરવૈયાના માર્ગદર્શન હેઠળ ઓલપાડ પીઆઇ ચેતન જાદવ દ્વારા બનાવાયેલ વિશેષ ટીમો અને બાતમીદાર નેટવર્ક આધારે પોણા કરોડનો ગાંજો ઝડપી લેવા સાથે કુલ ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે.

સી.આર.જાદવને તેઓના ખાનગી વિશ્વાસુ બાતમીદાર થકી બાતમી હકિકત મળેલ હતી કે, મોજે ઓલપાડ તાલુકાના અટોદરા ગામની સીમમાં આવેલ વાઇબ્રન્‍ટ ઇકો પાર્ક સોસાયટીના મકાન નં.૩ માં રહેતા સુર્યપ્રકાશ ઉર્ફે મોનુ અમરનાથ પાંડેનો તેનાં કબ્‍જા ભોગવટાવાળા મકાનમાં ગેરકાયદેસર અને વગર પાસ પરમીટનો ગાંજાનો જથ્‍થો સંગ્રહ કરી રાખેલ છે અને તેનું છુટક વેચાણ પોતે તથા તેઓનાં માણસો મારફતે કરે છે.

જે આધારે પી.આઇ. સી.આર. જાદવનાએ ઉપરી અધિકારીઓનું માર્ગદર્શન લઇ રેઇડનું આયોજન કરી બાતમીવાળી જગ્‍યાએથી રેઇડ કરી આરોપી સુર્યપ્રકાશ ઉર્ફે મોનુ અમરનાથ પાંડેને તેના કબ્‍જાના મકાનમાંથી ૨૭.૩૮૦ કિલોગ્રામ કિ.રૂ.૨,૭૩,૮૦૦/-ના ગાંજાનો જથ્‍થો પકડી પાડેલ અને આરોપીની વધુમાં ઉંડાણપુર્વક પુછપરછ હાથ ધરતા આ ગાંજાનો જથ્‍થો તેને અઝીઝ સલીમ ફકીરનો આપી ગયેલ હોવાનું જણાવેલ તેમજ આ અઝીઝ ફકીરે તેના મળતીયા માણસો સાથે મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્‍થો નાની નરોલી ગામે ટાવર ફળીયામાં સંગ્રહ કરી રાખેલ હોવાની હકિકત જણાવતા પકડાયેલ આરોપી સુર્યપ્રકાશ ઉર્ફે મોનુ પાંડેને સાથે રાખી માંગરોળ તાલુકાના નાની નરોલી ગામે ટાવર ફળીયામાંથી આરોપી અઝીઝ સલીમ ઇસ્‍માઇલશા ફકીર તથા શરીફાબાનુ તે બાબુભાઇ સુલેમાન શાહ ને તેના કબ્‍જા વાળા મકાનમાંથી ૭૧૨.૯૫૦ કિલોગ્રામ કિ.રૂ.૭૧,૨૯,૫૦૦ના ગાંજાના જથ્‍થા સાથે પકડી પાડેલ હતા આમ આ આરોપીઓ પાસેથી કુલ ૭૪૦.૩૩૦ કિ.ગ્રા. વનસ્‍પતિજન્‍ય ગાંજાનો જથ્‍થા જેની કુલ કિંમત રૂ.૭૪,૦૩,૩૦૦ તથા કથ્‍થઇ કલરની સેલોટેપ સાથેની બ્‍લ્‍યુ કલરની કોથળી નંગ-૩૭૨ તથા કથ્‍થઇ કલરની સેલોટેપ વાળા પાર્સલ ભરેલ મીણીયા કોથળા નંગ-૨૩ તથા આરોપી પાસેથી મળી આવેલ મોબાઇલ ફોન નંગ-૧ કિંમત રૂ.૫,૦૦૦ તથા રોકડા રૂપિયા-૫૦ તથા કથ્‍થઇ કલરની સેલોટેપ નંગ-૨ તથા લાઇટબીલ તથા મકાનની આકારણીની નકલ મળી કુલ્લે કિંમત રૂ.૭૪,૦૮,૩૫૦નો મુદ્દામાલ તપાસ અર્થે કબ્‍જે કરી પકડાયેલ આરોપીઓને ગાંજાનો જથ્‍થો મંગાવીને પુરો પાડનાર તેના અન્‍ય સાગરીતોને વોન્‍ટેડ જાહેર કરી કાયદેસર કાર્યવાહી કરેલ છે.

 પકડાયેલ આરોપીઓના નામઃ (૧) સુર્યપ્રકાશ ઉર્ફે મોનુ અમરનાથ પાંડે ઉ.વ.૨૫ હાલ રહે. મકાન નં.૩ ફૈઇઝ-૬ વાઇબ્રન્‍ટ ઇકો પાર્ક સોસાયટી અટોદરા ગામ તા.ઓલપાડ જી.સુરત મુળ રહે. મકાન નં.૭૫૫ ક્રિષ્‍ણાનગર સોસાયટી ગણેશપુરા અમરોલી સુરત, (૨) અઝીઝ સલીમ ઇસ્‍માઇલશા ફકીર ઉ.વ.૨૮ રહે.સમુછર ગામ મસ્‍જીદ ફળીયું તા.માંગરોળ, (૩) શરીફાબાનુ તે બાબુભાઇ સુલેમાન શાહની પત્‍ની ઉ.વ.૪૫ ધંધો- ઘરકામ રહે. ટાવર ફળીયું નાની નરોલી ગામ તા.માંગરોળ જી.સુરત માલ મોકલનાર અને માલ મંગાવનાર કુલ ત્રણ આરોપીઓને વોન્‍ટેડ દર્શાવેલ છે

(3:17 PM IST)