News of Saturday, 14th September 2024
કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયાનો જન્મદિન

રાજકોટઃ રાજ્યના કેબીનેટ મંત્રી અને રાજકોટના ધારાસભ્ય શ્રીમતિ ભાનુબેન બાબરીયાનો આજે જન્મદિવસ છે. જનસંઘના આગેવાન એવા કોટડાસાંગાણી તાલુકાના અરડોઈ ગામના વતની માયાભાઈ જેઠાભાઈ રાઠોડ તથા અમરતબેનને ત્યાં રાજકોટ ખાતે તા.૧૪/૦૯/૧૯૭૫ના રોજ જન્મ થયો હતો.
તેઓ અગાઉ બે ટર્મ ૨૦૦૭ થી ૨૦૧૭ સુધી ધારાસભ્ય તરીકે રહ્યા ત્યાર બાદ ૨૦૨૨થી ત્રીજીવાર ધારાસભ્ય પદે ચૂંટાયા બાદ સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણના કેબીનેટ મંત્રી તરીકે સેવાઓ આપે છે.
રાજકોટના ભુતપૂર્વ ધારાસભ્ય શ્રી માધુભાઈ બાબરીયાના પરિવારમાં પુત્રવધૂ તરીકે પ્રવેશ્યા બાદ રાજકારણી તરીકે નહિ. પરંતુ લોક પ્રતિનિધિ તરીકે વધુ જાણીતા થયા છે. ભાનુબેન બાબરીયાનો પરિવાર જનસંઘના વખતથી ૪૫ વર્ષથી રાજકીય રીતે સંકળાયેલા છે અને રાજકોટ ગ્રામ્ય વિસ્તારના લોકોના પ્રાણપ્રશ્નોને વાચા આપવામાં અગ્રેસર છે. તેમજ લોકોની અપેક્ષાઓ અને આશાઓ કેમ પરિપૂર્ણ થાય તે માટે હરહંમેશ ચિંતિત છે.
ભાજપના અખિલ ભારતીય શેડ્યુલ કાસ્ટ મોરચાના રાષ્ટ્રીય મંત્રી તરીકે ૨૦૧૭ થી ૨૦૨૧ સુધી સેવા આપી હતી. તેમજ ૨૦૦૯ થી ભા.જ.પા.ના પ્રદેશ કારોબારીના સભ્ય છે. તેઓ વિદ્યાર્થીકાળથી જ ‘મા આનંદમયી' સ્કુલમાં જી.એસ. તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ કણસાગરા કોલેજ, રાજકોટથી ગ્રેજ્યુએશન કરી, મહાત્મા ગાંધીની જન્મભૂમી એવા પોરબંદરની માધવાણી કોલેજમાંથી એલ.એલ.બી.ની ડીગ્રી મેળવી હતી.
મંત્રીશ્રી ભાનુબેન બાબરીયા વર્ષોથી પોતાનો જન્મદિવસ દિવ્યાંગ બાળકો/ આંગણવાડીના બાળકો સાથે સેવાકીય પ્રવળત્તિઓમાં ગાળે છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે પણ પત્ર પાઠવી ભાનુબેનને શુભેચ્છા પાઠવી છે.
તેમના જન્મદિવસ નિમિતે તેમના મિત્રો, સગાસ્નેહીઓ અને કાર્યકરો શુભેચ્છા પાઠવી રહ્યા છે.(મો.૯૯૦૪૩ ૪૩૩૨૧)(
(3:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
