<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th September 2024

ગણેશ વિસર્જન.. ઈદ સાથે સાથે કોઈ અનિચ્‍છનીય ઘટના ન બને તે માટે ગુજરાતભરની પોલિસના વિવિધ પ્રયોગો

સુરતમાં ફરી હિન્‍દુ મુસ્‍લિમ એકતાના અદભુત દ્રશ્‍યો... ઝુલુસ સમયમાં ફેરફાર... અનુપમસિંહ ગેહલોતનાં પ્રયાસો રંગ લાવ્‍યા અમદાવાદમાં હિન્‍દુ, મુસ્‍લિમ, શીખ , ક્રિヘન ધર્મગુરૂઓને સાથે સીપી જ્ઞાનેન્‍દ્રસિંહ મલ્લિક, સ્‍પેશ્‍યલ સીપી અજય ચોધરી, સેકટર વડા નીરજ બડ ગુજ્જર, ડીસીપી રવિ સેનીના માર્ગદર્શનમાં એસીપી પ્રદીપસિંહ જાડેજા, યુવરાજસિંહ ગોહિલના નેતળત્‍વમાં પીઆઇ દીપક ઉનડકટ ટીમનું એકતાના રંગ એક, અનેરું આયોજન

રાજકોટ તા.  ૧૪: ગણેશ વિસર્જન અને ઈદનાં તહેવાર સાથે સાથે હોવાથી કોઈ અઘટિત ઘટનાનું પુનરાવર્તન રોકવા માટે રાજ્‍યના મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટના પોલીસ કમિશનર સક્રિય બની વેરના વાવેતર ન રોપાય તેવા ભરપૂર પ્રયત્‍નો હાથ ધર્યા છે. જેમાં અમદાવાદનાં હિન્‍દુ, મુસ્‍લિમ, શીખ, ક્રિヘુન ધર્મના ધર્મગુરૂ દ્વારા સાથે મળી મેગા બ્‍લડ કેમ્‍પ યોજી એકતાના રંગ એક કાર્યક્રમનું આયોજન પોલીસ કમિશનર જ્ઞાનેન્‍દ્રસિહ મલ્લિક, સ્‍પેશ્‍યલ પોલીસ કમિશનર અજય ચોધરી, સેકટર વડા નીરજ બડ ગુજ્જર અને ડીસીપી રવિ સેનીના માર્ગદર્શનમાં એસીપી પ્રદીપસિંહ જાડેજા, યુવરાજસિંહ ગોહિલનાં નેતળત્‍વમાં પીઆઇ દીપક ઉનડકટ દ્વારા અદભૂત આયોજન કરવામાં આવેલ

સુરત પોલીસ કમિશનર  અનુપમસિંહ ગેહલોતનાં પ્રયાસો દ્વારા હિન્‍દુ મુસ્‍લિમ એકતાનાં અદભુત દ્‌ર્શ્‍ય સર્જાયા હતા. ગણપતિ ઉત્‍સવમાં પણ મુસ્‍લિમ બિરાદરો સામેલ થયા અને ઝુલુસ   પણ કોઈ રીતે બાધારૂપ ન નીવડે તે રીતે સીપી સાથે પરામર્શ કરી નિર્ણય કરાયો હતો.

કાર્યક્રમમાં સ્‍વામિનારાયણ મંદિર, રામબાગ, કાંકરિયાના સ્‍વામિ બ્રહ્મચારી વાસુદેવાનંદજી, બેહુલા એલાયન્‍સ ચર્ચ, મણિનગરના સિનિયર પાસટર રેવ સ્‍ટેન્‍લી હેનરી ક્રિヘયન, મણિનગર ગુરુદ્વારાના સરદાર હરપ્રિતસિંહ, શાહ આલમ દરગાહ, ઇ.સમનપુરના મૌલાના શેખ મહંમદ મુસ્‍તાક સુલેમાનભાઇ, સહિતના તમામ ધર્મના ધર્મગુરુઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(3:53 PM IST)