તા. ૧૦ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર સુદ – ૧૦ મંગળવાર
News of Saturday, 14th September 2024
દિલ્હી, હરિયાણાથી પ્રતિબંધ ગૂડકા ગુજરાતમાં ઘુસાડવાના ષડયંત્રનો પર્દાફાશ આ રીતે થયો
ડ્રગ્સથી યુવા પેઢીને ઉગારવા ઝઝૂમતા અનુપમસિહ ગેહલોત આ નવતર પ્રયોગ અંગે જાણી ચોંકી ઉઠ્યા:.૫ કરોડનો મુદ્દામાલ કબ્જે કરતી પીસીબી / એસઓજી :જેસીપી રાઘવેન્દ્ર વત્સ, ડીસીપી રાજદીપસિહ નકુમ અને પીસીબી પીઆઇ આર.એસ. સૂવેરા, અને એસઓજી પીઆઇ અશોક ચોધરી ટીમ દ્વારા લાજવાબ કામગીરી

રાજકોટ: લોકોનાં સહયોગથી નો ડ્રગ્સ ઇન સુરત અભિયાન સફળતાપૂર્વક ચલાવનાર પોલીસ કમિશનર અનુપંમસિહ ગેહલોત પર ભરપૂર વિશ્વાસને કારણે કેટલાક જાણકારો દ્વારા એવી બાતમી આપેલ કે પ્રતિબંધિત હલકી કક્ષાના કેમિકલ મિશ્રિત કેન્સરને નિમંત્રણ આપતા ગુડકા અને પાન મસાલા દિલ્હી હરિયાણા જેવા પ્રદેશથી ગુજરાતમાં ઘુસાડાઈ રહ્યાનુ જાણવા મળતા તુરંત જોઇન્ટ સીપી રાઘવેન્દ્ર વસ્ત સાથે બેઠક કરી આ કારસ્તાનનો પર્દાફાશ કરવાની વિશેષ જવાબદારી pcb પીઆઇ આર.એસ સુવેરાં ટીમ તથા બીજી ટીમની જવાબદારી sog dcp રાજદીપસિહ નકુમ અને પીઆઇ અશોક ચોધરી ટીમને સુપ્રત કરવામાં આવતા આ બન્ને ટીમો દ્વારા ૫ કરોડનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે.
(8:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
