<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th September 2024

ફરી વરસાદ ખાબકશે :બંગાળની ખાડીનું લો-પ્રેશર ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું :જાણો ગુજરાતને કેટલું કરશે અસર

ગુજરાચતમાં આગામી અઠવાડિયામાં ફરી એકવાર ભારે વરસાદ ખાબકે તેવી શક્યતા

અમદાવાદ : ગુજરાચતમાં આગામી અઠવાડિયામાં ફરી એકવાર ભારે વરસાદ ખાબકે તેવી શક્યતા છે. કારણ કે, બંગાળની ખાડીમાં સર્જાયેલ લો-પ્રેશર એરિયા હવે મજબૂત બનીને ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયો છે.

 ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો હતો. જેના કારણે મોટાભાગના જિલ્લાઓમાં અસર થઈ હતી. વડોદરા, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. ત્યારે હવે આગામી અઠવાડિયામાં ફરી એકવાર ભારે વરસાદ ખાબકે તેવી શક્યતા છે. કારણ કે, બંગાળની ખાડીમાં સર્જાયેલ લો-પ્રેશર એરિયા હવે મજબૂત બનીને ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયો છે.

હાલમાં બંગાળની ખાડીમાં બનેલ સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે. જેના કારણે ભારે વરસાદની સંભાવના છે. આ ડીપ ડિપ્રેશનની અસર 17 સપ્ટેમ્બરથી જોવા મળી શકે છે. જેને લઈને સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ વરસાદની સંભાવના છે.

  ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં થોડા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્રમાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

(9:06 PM IST)