<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th September 2024

સુરતમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો:ડીંડોલી વિસ્તારમાં દોઢ વર્ષની બાળકી મેગ્નેટિક માળા ગળી ગઈ

બાળકી રમતા રમતા 18 મણકાની મેગ્નેટિક માળા ગળી જતા બાળકીને પેટમાં દુખાવો અને ઉલટીઓ થઇ

સુરતમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ડીંડોલી વિસ્તારમાં દોઢ વર્ષની બાળકી મેગ્નેટિક માળા ગળી ગઈ હતી. બાળકી રમતા રમતા 18 મણકાની મેગ્નેટિક માળા ગળી ગઈ હતી. માળા ગળી જતા બાળકીને પેટમાં દુખાવો અને ઉલટીઓ થઇ હતી

  . પરિવાર બાળકીને સારવાર માટે ખસેડતા સમગ્ર હકીકત સામે આવી છે. તબીબો ત્રણ કલાકમાં સફળ સર્જરી કરી માળા બહાર કાઢી હતી, માળાને લઈ બાળકીના આંતરડાની દિવાલમાં કાણા પણ પડી ગયા હતા. જોકે સદ્નસીબે ડોક્ટરોએ આંતરડાની સર્જરી કરી બાળકનો જીવ બચાવી લીધો હતો .

(11:09 AM IST)