News of Monday, 16th September 2024
પીએમ સૂર્યઘર યોજના :20 લાખ લોકોને રોજગાર:12 લાખથી વધુની બચત 1.30 કરોડથી વધુ પરિવારે રજીસ્ટ્રેશન કરાવ્યું
મહાત્મા મંદિરમાં ચોથી ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટ એન્ડ એક્સ્પો (રિ-ઇન્વેસ્ટ)ના ઉદઘાટનમાં પીએમ મોદીએ જણાવેલા સૂર્યઘર યોજનાના ફાયદા

અમદાવાદ :વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે છે. આજે તેઓ પ્રધાનમંત્રી અમદાવાદમાં 8,000 કરોડ રૂપિયાથી વધારેનાં મૂલ્યનાં વિવિધ વિકાસકાર્યોનું ઉદઘાટન અને શિલાન્યાસ કરવાના છે. પીએમ મોદીએ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ચોથી ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટ એન્ડ એક્સ્પો (રિ-ઇન્વેસ્ટ)નું ઉદઘાટન કર્યું છે.
પીએમ મોદી 30 મેગાવોટની સોલાર સિસ્ટમનું ઉદઘાટન કરશે. તેઓ કચ્છ લિગ્નાઇટ થર્મલ પાવર સ્ટેશન, કચ્છ ખાતે 35 મેગાવોટના બીઇએસએસ સોલર પીવી પ્રોજેક્ટનું તથા મોરબી અને રાજકોટમાં 220 કિલોવોલ્ટ સબસ્ટેશનનું ઉદઘાટન પણ કરશે.
મહાત્મા મંદિરમાં ચોથી ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટ એન્ડ એક્સ્પો (રિ-ઇન્વેસ્ટ)ના ઉદઘાટનમાં પીએમ મોદીએ જણાવેલા સૂર્યઘર યોજનાના ફાયદા
આ સોલાર રૂફ ટોપની એક યુનિક યોજના છે.આપણી પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનાનો દરેકે અભ્યાસ કરવો જોઇએ.આ યોજનામાં અત્યાર સુધીમાં 1.30 કરોડથી વધુ પરિવારે તેમાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે.આ યોજના 3.25 લાખ ઘરોમાં હેઠળ ઇન્સ્ટોલેશનનું કામ પૂર્ણ થઇ ગયું છે.આ યોજના દ્વારા રૂફ ટોપ સોલાર સેટ અપ માટે દરેક પરિવારને ફંડ આપવામાં આવે છે અને ઇન્સ્ટોલેશનમાં મદદ કરવામાં આવે છે.આ યોજના દ્વારા ભારતનું દરેક ઘર એક પાવર પ્રોડ્યુસર બનવા જઇ રહ્યું છે.પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ એક નાનો પરિવાર જે મહિને 250 યુનિટ વીજળી વાપરે છે. તે 100 યુનિટ વીજળી પેદા કરીને વેચે છે. તેને વાર્ષિક 25 હજાર રૂપિયાની બચત થશે.આ બચતને પીપીએફ (PPF) માં રોકે છે તો 20 વર્ષ બાદ 12 લાખથી વધુ બચત તેમની પાસે હશે.આ યોજનાથી બીજા બે મોટા લાભ છે. આ યોજના રોજગાર સર્જન અને પર્યાવરણ સંરક્ષણનું માધ્યમ બની રહી છે.આ યોજનાથી લગભગ 20 લાખ લોકોને રોજગાર મળશે.આ યોજના હેઠળ 3 લાખ યુવાનોને સ્કિલ મેનપાવર તરીકે તૈયાર કરવાનો લક્ષ્ય છે.1 લાખ યુવાનો સોલાર પીવી ટેક્શિયનસ હશેદરેક 3 KW સોલાર વીજળી ઉત્પન્ન કરવા 50-60 ટન કાર્બન ડાયોક્સાઈડનું એમિશન પર રોકાશે.પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના સાથે જોડાયેલ દરેક પરિવાર પર્યાવરણ સંરક્ષણમાં મોટું યોગદાન આપશે.પીએમ મોદીએ વિદેશના મહેમાનોને ભારતના પ્રથમ સોલર ગામ મોઢેરાની મુલાકાત લેવા આગ્રહ કર્યો.
(1:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
