<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th September 2024

અમદાવાદમાં ગણેશજીની મૂર્તિ વિસર્જન અને ઇદે મિલાદના કારણે રસ્‍તાઓ બંધ રહેશે

ગીતામંદિરથી પાલડી રેલ્‍વે સ્‍ટેશન, ટાઉનશોલ સર્કલ સહિતના વિસ્‍તારોમાં વૈકલ્‍પિક વ્‍યવસ્‍થા

અમદાવાદ, તા. ૧૬ : શહેરમાં ગણેશ વિસર્જન અને ઇદે મિલાદના તહેવારને લઈને શહેર પોલીસ છાવણીમાં ફેરવાશે. જેને લઈને શહેરમાં કેટલાક રસ્‍તાઓ બંધ રહેશે. ગણેશ વિસર્જનના દિવસે બપોરે ૧ વાગ્‍યાથી અને ઈદે-મિલાદના દિવસે બપોરે ૨ વાગ્‍યાથી રસ્‍તાઓ બંધ કરવામાં આવશે.  આગામી ૧૭ સપ્‍ટેમ્‍બરે ગણેશ વિસર્જન હોવાથી બપોરના ૧ વાગ્‍યાથી આટલા રસ્‍તા બંધ રહેશે. જેમાં ગીતામંદીરથી પાલડી, ઉપરાંત ગીતામંદીરથી રેલ્‍વે સ્‍ટેશન તેમજ કાલપુર રેલ્‍વે સ્‍ટેશનથી ટાઉનહોલ સર્કલ સુધી, જયારે કામદાર મેદાન ચાર રસ્‍તાથી સારંગપુર સર્કલ સુધી અને દિલ્‍હી દરવાજાથી દધિચિ બ્રિજ સુધી અને રિવરફ્રંટના પશ્વિમ ભાગમાં વાડજ સ્‍મશાનગળહ કટથી આંબેડકર બ્રિજ નીચે સુધીનો બન્ને તરફનો રસ્‍તો અને પૂર્વ રિવરફ્રન્‍ટ પર પીકનીક હાઉસથી આંબેડકર બ્રિજ નીચે સુધીનો બન્ને બાજુનો રસ્‍તો વાહન વ્‍યવહાર માટે બંધ રહેશે. વૈકલ્‍પિક રસ્‍તાઓ તરીકે ગીતા મંદિરથી પાલડી ચાર રસ્‍તા તરફ જઈ શકાશે. ગીતામંદિરથી ભુલાભાઈ ચાર રસ્‍તા થઈને કાંકરીયાથી કાલુપુર રેલ્‍વે સ્‍ટેશન જઈ શકાશે. દિલ્‍હી દરવાજાથી ઈદગાહ સર્કલ થઈને પ્રજ્ઞાસ્‍વામી બ્રિજ નીચેથી અવર જવર કરી શકાશે. રિવરફન્‍ટના બદલે આશ્રમ રોડનો ઉપયોગ કરી શકાશે. 

૧૬ સપ્‍ટેમ્‍બરે ઇલે-મિલાદના દિવસે બપોરે બે વાગ્‍યાથી જમાલપુરથી ખમાસા રાયખડ થઇને લાલદરવાજા સુધીનો રસ્‍તો બંધ રહેશે. તેમજ ઘી કાંટા ચાર રસ્‍તાથી વીજળી ઘર સુધીનો રસ્‍તો બંધ રહેશે. તેના બદલે વૈકલ્‍પિક રૂટ તરીકે લાલ દરવાજાથી શાહપુર ચાર રસ્‍તાથી દિલ્‍હી દરવાજા તરફ અવર જવર કરી શકાશે.

તેમજ એએમટીએસ બસો લાલ દરવાજા રાયખડથી, ગાયકવાડ હવેલી, જમાલપુર ચાર રસ્‍તા, સ્‍લોટર હાઉસ ગીતામંદિરથી આસ્‍ટોડીયા તરફ અવર જવર કરી શકશે.

(2:45 PM IST)