News of Monday, 16th September 2024
ગણેશ વિસર્જન અંતર્ગત સુરત, વડોદરા મહાયુદ્ધના મોરચા જેવો માહોલ
તોફાનીઓને કાબૂમાં રાખવા પાણીના ધોધ વહાવતા વોટર કેનન મશીન સાથે રેપિડ એક્શન ફોર્સ સુરત અને વડોદરામાં તૈનાત, આજ પરોઢ સુધી ચેકીંગ ચાલ્યું... કોમી માનસ ધરાવતા સંખ્યાબંધ નજર કેદ , અર્ધ લશ્કરી દળો ખડકી દેવાયા છે ગણપતિ પંડાલ પર પથ્થર ફેંકનારને તાળા તોડી બહાર કાઢી આખી જિંદગી આવા તહેવારો સમયે ઘર બહાર ન નીકળે તેવી સરભરા છતાં અનુપમસિંહ ગેહલોત કોઈ જોખમ લેવા તૈયાર નથીઃ કોમી રંગ આપવાની પ્રણાલી ધ્યાને રાખી વડોદરા સીપી નરસિંહમાં કોમારે જાતે સુકાન સાંભળ્યું...૬૫૦૦ પોલીસ સ્ટેન્ડ બાય રાખવામાં આવી, ડ્રોન દ્વારા તમામ પરિસ્થિતી પર રાઉન્ડ ધ કલોક નિયંત્રણઃ ૧ ડઝન આઈપીએસનું સુપરવિઝન

રાજકોટ તા.૧૬: આજે ઇદ અને કાલે ગણપતિ વિસર્જન અંતર્ગત સુરત અને વડોદરામાં મહાયુદ્ધના મોરચા જેવી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સુરતમાં તાજેતરમાં ગણપતિ પંડાલ અને પોલીસ પર હુમલા કરવાની ભૂલ કરનાર આખી જિંદગી આ તહેવારો સમયે બહાર નીકળવાની હિંમત ન કરે તેવો પદાર્થ પાઠ પોલીસ કમિશનર અનુપમસિહ ગેહલોત ટીમ દ્વારા શીખવવામાં આવેલ છે, આમ છતાં આવી પરિસ્થિતનો કોઈ લાભ ન ઉઠાવે તે રીતે ઇદ જુલૂસ નીકળી રહ્યાં છે.
સહુ પ્રથમ સુરતની વાત કરીએ તો કાલે ગણેશ વિસર્જન અંતર્ગત પોલીસ કમિશનરનાં નેતળત્વ હેઠળ ૧૫ હજાર જેટલા પોલીસ કાફલો તેનાત કરવામાં આવ્યો છે.
સ્ટેટ રિઝર્વ પોલીસની ૧૧ કંપની અને તોફાનીઓને પાણીના ધોધ વહાવી કડબમાં રેપિડ એક્શન ફોર્સની એક કંપની ખડે પગે રાખવામાં આવી છે, પીસીબી, એસઓજી, ડીસીબી આ તમામ બ્રાંચ પીઆઇ સ્થાનિક પોલિસના પીઆઇ અને સ્ટાફ સાથે ગત રાતથી પરોઢ સુધી સતત પેટ્રોલિંગ કરી ઢાભુરીયા તત્વોની હિલચાલ પર સિનિયર પોલીસ અધિકારીના માર્ગદર્શન હેઠળ નિરીક્ષણ કરેલ, વડોદરામાં આવા તહેવારમાં ભૂતકાળમાં માથાકૂટ અને સુરતમાં એક યુગમાં ફાયરિંગ જેવી સ્થિતિ સર્જાયેલ તે બાબત જાણીતી હોવાથી આઇબી બેક ગ્રાઉન્ડ ધરાવતા સુરત સીપી અને રાજ્યના લો એન્ડ ઓર્ડરનું સુકાન સંભાળી ચૂકેલા વડોદરા પીઆઇ કોઇ જોખમ ઉઠાવવા તૈયાર નથી.
વડોદરા, સુરત બંનેમાં ડ્રોન દ્વારા ચેકીંગ સાથે સુરતમાં ૪૦૦ જેટલા ધાબા પર પણ ચેકીંગ છે, વડોદરામાં પણ ૬૫૦૦ પોલીસ સીપી નરસિહમાં કોમાર દ્વારા સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે, વડોદરામાં પણ વોટર કેનન મશીન સાથેની રેપિડ એક્શન ફોર્સ ટુકડી મેદાને પડી છે. વડોદરામાં ૧ ડઝન આઇપીએસનું સીપી દ્વારા સુપરવિઝન ગોઠવાયું છે, સ્પેશ્યલ બ્રાન્ચ આઇબી દ્વારા કોમી તોફાનોને રંગ આપવા જાણીતા લોકોને નજર કેદ રખાયા છે
(4:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
