<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th September 2024

કાલે નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્ત્। વિધાનસભા ખાતે રાજય કક્ષાનો વૃક્ષારોપણ કાર્યક્રમ

ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં સચિવાલય,ગાંધીનગર ખાતે એક દિવસીય સ્પેશિયલ પ્લાન્ટેશન 'એક પેડ મા કે નામ' ડ્રાઇવનું આયોજન કરવામાં આવશે

રાજકોટ તા.૧૬: સામાન્ય વહીવટી વિભાગની યાદીમાં જણાવાયુંઙ્ગ છે કે, ગતઙ્ગ તા.૫મી જૂન ૨૦૨૪ના રોજ 'વિશ્વ પર્યાવરણ દિવસ'ની ઉજવણી સંદર્ભેઙ્ગ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા માતા પ્રત્યે પ્રેમ, આદર અને સન્માનના પ્રતિક સ્વરૂપે શરૂ કરવામાં આવેલ 'એક પેડ મા કે નામ' અભિયાનને વધુ વેગ આપવાનાઙ્ગ ઉમદા હેતુથીઙ્ગ તેમજ વડાપ્રધાનશ્રીના જન્મ દિવસ નિમિત્ત્।ે તા.૧૭ સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ સમગ્ર દેશમાં એક દિવસીય સ્પેશિયલ પ્લાન્ટેશન ડ્રાઈવનું આયોજન ક૨વા આવશે.

આ અંતર્ગત મુખ્યમંત્રીઙ્ગ ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં તેમજ વિધાનસભાના અધ્યક્ષ શ્રી સહિત મંત્રીશ્રીઓ, ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં સચિવાલય સંકુલ,ગાંધીનગર ખાતેઙ્ગ સવારે ૯:૪૫ કલાકે રાજયકક્ષાનો વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાશે.ઙ્ગ

પર્યાવરણ જતનની એક ઉમદા અને અનોખી પહેલ સ્વરૂપે સચિવાલયના તમામ અધિકારીઓ/કર્મચારીઓ દ્વારા આ પ્રસંગેઙ્ગ ઙ્ગમુખ્યમંત્રીશ્રી અનેઙ્ગ મંત્રીશ્રીઓની સાથે શ્નહ્ય્ઙ્ગ પેડ માં કે નામ' અભિયાન અંતર્ગત સચિવાલય ગેટ નં -૪થી પ્રવેશતા ડાબી બાજુએ અને પાર્કિંગના પાછળના ભાગે વૃક્ષારોપણ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે,સચિવાલય પોઇન્ટ બસ સેવા મારફતે અમદાવાદથી આવતાઙ્ગ અધિકારીઓ- કર્મચારીઓઙ્ગ સમયસર કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શકે તે માટે, આવતીકાલ પુરતી વહેલી બસ વ્યવસ્થા કરવામાં આવી છે તેમ,સામાન્ય વહીવટી વિભાગની યાદીમાં વધુમાં જણાવાયું છે.(પ્રિન્સ ચાવલા)

(3:32 PM IST)