<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th September 2024

કાલે નરેન્દ્રભાઇ મોદીના જન્મદિન નિમિતે હીરામણિ આરોગ્યધામમાં રકતદાન કેમ્પ

નરહરિ અમીનની ગ્રાન્ટમાંથી ૧૦૦ દિવ્યાંગ બાળકોને શ્રવણ યંત્ર અપાશે

રાજકોટ તા. ૧૬ :.. જનસહાયક ટ્રસ્ટ સંચાલિત હીરામણિ આરોગ્યધામ અને ઇન્ડીયન રેડ ક્રોસ સોસાયટી, અમદાવાદ ડીસ્ટ્રીકટ બ્રાન્ચનાં સંયુકત ઉપક્રમે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનાં જન્મદિન નિમિતે કાલે તા. ૧૭ મંગળવારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલનાં અતિથિ વિશેષપદે મહારકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

રાજયસભા સાંસદ શ્રી નરહરિ અમીનની સંસદ સભ્યની ગ્રાન્ટમાંથી ૧૦૦ દિવ્યાંગ બાળકોને હીયરીંગ એઇડ ડીવાઇસ  (શ્રવણ યંત્ર)ની કિટનું વિતરણ આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલ અને રાજયસભા સાંસદ શ્રી નરહરિ અમીનનાં હસ્તે કરવામાં આવશે. કાર્યક્રમ આવતીકાલે સમય સવારે ૮ થી બપોરે ૧ વાગ્યા સુધી હીરામણી આરોગ્યધામ, અન્નપૂર્ણાધામ હોસ્ટેલ, અન્નપૂર્ણા મંદિરની પાછળ, અડાલજ, તા. જિ. ગાંધીનગર ખાતે યોજાશે.

(4:53 PM IST)