News of Monday, 16th September 2024
ગુજરાતમાંથી ચોમાસુ વિદાય લઈ રહ્યું હોય તેવા અણસાર : હવામાન વિભાગ દ્વારા અમુક દિવસોમાં છૂટો છવાયો વરસાદ પડવાની આગાહી
22મી સપ્ટેમ્બર સુધી ગુજરાત સહિત સૌરાષ્ટ્ર કચ્છના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા નથી : હવામાન વિભાગ

અમદાવાદ તા.૧૭ : ગુજરાતમાં ધીમે-ધીમે ચોમાસું વિદાય લઇ રહ્યું હોય તેમ જણાઇ રહ્યું છે. છેલ્લા ચાર-પાંચ દિવસથી રાજ્યમાં છૂટો છવાયો હળવો વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધીની વરસાદ અંગેની આગાહી કરવામાં આવી રહી છે. જેમાં બનાસકાંઠા, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં વરસાદની શક્યતા જણાતી નથી. જ્યારે અન્ય ભાગોમાં અમુક દિવસોમાં છૂટો છવાયો વરસાદ થઇ શકે છે.
16 અને 17 સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસામા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, અમદાવાદ, વડોદરા, પંચમહાલ, છોટા ઉદેપુર, દાહોદ, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ અને રાજકોટમાં છૂટો છવાયો વરસાદ થઇ શકે છે. જ્યારે દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર અને કચ્છમાં વરસાદની શક્યતા નથી.
18 સપ્ટેમ્બરના રોજ મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં છૂટો છવાયો વરસાદ થઇ શકે છે. જ્યારે કચ્છમાં વરસાદની શક્યતા નથી.
19 ઓક્ટોબરના રોજ રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં છૂટો છવાયો વરસાદ થઇ શકે છે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદમાં વરસાદની શક્યતા નથી.
20થી 22 સપ્ટેમ્બરના રોજ અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં છૂટો છવાયો વરસાદ થઇ શકે છે. જ્યારે કચ્છ, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠામાં વરસાદની શક્યતા નથી.
(3:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
