News of Monday, 16th September 2024
ગ્રીનકાર્ડથી લાલચમાં બોગસ પાસપોર્ટ : અમેરિકાથી અમદાવાદ આવેલા આણંદના યુવકને ઝડપી લેવાયો
યુપીના મુસ્લિમ યુવકના પાસપોર્ટના આધારે અમદાવાદ આવતા પોલીસના હાથે ઝડપાયો : અમેરિકામાં 24 વર્ષ રહ્યા બાદ ગ્રીન કાર્ડ મેળવવા યુવકે બોગસ પાસપોર્ટ બનાવ્યો હતો

અમદાવાદ :બોગસ પાસપોર્ટ પર અમેરિકાથી અમદાવાદ આવેલા આણંદના યુવકની પોલીસે ધરપકડ કરી છે. UPના મુસ્લિમ યુવકના પાસપોર્ટના આધારે અમદાવાદ આવતા પોલીસના હાથે ઝડપાયો હતો. અમેરિકામાં 24 વર્ષ રહ્યા બાદ ગ્રીન કાર્ડ મેળવવા યુવકે બોગસ પાસપોર્ટ બનાવ્યો હતો.
. પોલીસે યુવક અલ્પેશકુમાર પટેલને બોગસ પાસપોર્ટ સાથે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટથી ઝડપાયો છે. પકડાયેલ યુવક અલ્પેશ પટેલ અમેરિકામાં ન્યૂઝજર્સીમાં રહે છે. 14 સપ્ટેમ્બરના રોજ સવારે દુબઈથી અમદાવાદની ફ્લાઇટમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવ્યો હતો. ત્યારે ઇમિગ્રેશન વિભાગે પોતાની સિસ્ટમમાં પાસપોર્ટ નંબર W0162516 નાખીને ચેક કરતા આ પાસપોર્ટ મોહંમદ સરુર નામના વ્યક્તિના નામે હતો. જે ઉત્તર પ્રદેશનો રહેવાસી છે. જ્યારે અપલેશ પટેલના નામનો આ પાસપોર્ટ ફેક હોવાનું જાણવા મળ્યુ હતું.
આ મુસ્લિમ યુવકનો પાસપોર્ટ ગુમ હતો. જેથી ઇમિગ્રેશન વિભાગે નકલી પાસપોર્ટ કેસમાં આરોપી અલ્પેશ પટેલ વિરુદ્ધ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જ્યારે એરપોર્ટ પોલીસે આરોપીની ધરપકડ કરીને SOG ક્રાઇમની સોંપ્યો છે.
SOG ના પીઆઇ ઉષા વસાવાએ જણાવ્યુ હતુ કે તપાસમાં સામે આવ્યું કે આરોપી અલ્પેશ પટેલ 2001માં કોઈ એજન્ટ મારફતે પોતાના ભારતીય પાસપોર્ટના આધારે મુંબઈથી ગોટુમાલા ગયો હતો. ત્યારે ગેરકાયદેસર મેક્સિકોની બોર્ડર ક્રોસ કરીને અમેરિકા ગયો હતો. ત્યાં એક સ્ટોરમાં નોકરી કરતો હતો. 2017માં સપના પટેલ નામની યુવતીના સંપર્કમાં આવતા બંન્ને લગ્ન કર્યા હતા. અને તેમને અમેરિકામાં 2 સંતાન છે.
સપના અમેરિકામાં ગ્રીન કાર્ડ ધરાવે છે. જ્યારે અલ્પેશ ગેરકાયદેસર આવ્યો હોવાથી અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવી સ્થાયી થવા માટે અમેરિકામાં ન્યૂઝજર્સીના એક એજન્ટ દ્વારા ભારતીય નકલી પાસપોર્ટ બનાવીને ભારત પરત ફર્યો હતો. પોતાની પત્નીના આધારે કાયદેસર વિઝા મેળવીને અમેરિકા પરત જવાનો હતો. પરંતુ કબૂતરબાજીના આ ખેલમાં અલ્પેશ પટેલ ખુદ જ ભરાઇ ગયો. SOG ક્રાઇમે આરોપીની ધરપકડ કરીને 18 સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મેળવીને વધુ તપાસ હાથ ધરી છે.
(8:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
