News of Monday, 16th September 2024
કપાસનો ઉંચો ભાવ ઉનાવામાં 2130 રૂપિયા બોલાયો :જાણો રાજ્યની અન્ય 16 માર્કેટ યાર્ડમાં શું રહ્યો ભાવ : જુઓ સંપૂર્ણયાદી
વિસનગરમાં 1930 રૂ., બાબરામાં 1683 રૂ. અને બોટાદમાં 1676 રૂપિયા ઉંચો ભાવ રહ્યો ; ગુજરાતની 16 માર્કેટ યાર્ડમાં કુલ 524.20 ટન કપાસની આવક થઇ

અમદાવાદ : ગુજરાતની 16 માર્કેટ યાર્ડમાં કુલ 524.20 ટન કપાસની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ ઉનાવામાં 2130 રૂપિયા બોલાયો હતો. રાજકોટ માર્કેટ યાર્ડમા કપાસનો ઉંચો ભાવ 1710 રૂપિયા જ્યારે નીચો ભાવ 1350 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય વિસનગરમાં 1930 રૂ., બાબરામાં 1683 રૂ. અને બોટાદમાં 1676 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 524.20 ટન કપાસની આવક થઇ છે. જેમાં રાજકોટ જિલ્લામાં 211 ટન, બોટાદમાં 204.20 ટન, મોરબીમાં 49.60 ટન, છોટા ઉદેપુરમાં 19.60 ટન, અમરેલીમાં 14 ટન, જૂનાગઢમાં 11 ટન, સુરેન્દ્રનગરમાં 8.30 ટન, મહેસાણામાં 5.10 ટન અને જામનગરમાં 1.40 ટન કપાસની આવક થઇ છે.

(9:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
