<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th September 2024

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની શુભેચ્છા મુલાકાત લેતા આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ

સીએમ નાયડુ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટમેન્ટ સમિટના ઉદ્ધઘાટન સત્રમાં સહભાગી થવા ગાંધીનગર આવ્યા હતા

ગાંધીનગર : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ ગાંધીનગરમાં લીધી હતી.


::આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ગુજરાતમાં યોજાઇ રહેલી ત્રિ-દિવસીય ચોથી રીન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટમેન્ટ સમિટમાં ઉદ્ઘાટન સત્રમાં સહભાગી થવા ગાંધીનગર આવ્યા હતા.

::વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદીએ ભારત સરકારના નવીન તથા નવીનીકરણ ઉર્જા મંત્રાલય દ્વારા આયોજીત આ સમિટનો સોમવારે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે પ્રારંભ કરાવ્યો હતો.

(9:15 PM IST)